________________
એક વખતે જિનદાસ શેઠનો મિત્ર આવા સંદર બળવાન બળદને જોઈ. શેઠને પૂછડ્યા વગર જ ભંડીરવન નામના યક્ષની યાત્રામાં વાહન દેડાવાની શરતમાં બંને બળદોને લઈ ગયે. આ અણુપલોટેલા બળદને તેણે ગાડીએ જોડી ખૂબ દેડાવ્યા. ખુબ દેડાવવાથી બંને સુકોમળ બળદના સાંધા તૂટી ગયા, અને શેઠનો મિત્ર બને બળદને પાછા બાંધી પિતાને ઘેર ચાલ્યા ગયા. શેઠને બળદોની આવી અવસ્થા જોઈને ઘણું દુ:ખ થયું તેણે આંખમાં આંસુ લાવી, ભક્તપચ્ચકખાણ કરાવ્યું અને નવકાર મંત્ર સંભળાવી બંને બળદને નિર્ધામણા કરાવી. શુભ ભાવના ભાવતા તે બળદો મરીને નાગકુમાર દેવ થયા. બંનેને દેવલોકમાં ઉત્પન્ન થતાંની સાથે જ અવધિજ્ઞાનને ઉપગ મૂકતાં પ્રભુને નાવમાં સુદ કરવા ધારેલા ઉપસર્ગની ખબર પડી કે તુરત જ ત્યાં આવી સુદૃદ્ધને હાંકી કાઢયો અને પ્રભુના સત્ત્વ, રૂપની પ્રશંસા કરી. પ્રભુ પાસે નૃત્ય મહોત્સવ કરીને, સુગંધી જલ તથા ફૂલોની વૃષ્ટિ કરીને પોતાના સ્થાને બંને ગયા.
પ્રભુ પણ નાવમાંથી ઊતરીને રાજગૃહ નગરના નાલંદા નામના પાડામાં એક શાળવીની | શાળાના એક ભાગમાં શાળવીની રજા લઈ. પહેલું માસક્ષમણ સ્વીકારીને રહ્યા.
તે વખતે મંખલી નામનો એક મંખ રહેતા હતા. તેને સુભદ્રા નામની સ્ત્રી હતી. તે ગામમાં બલ નામના બ્રાહ્મણની ગૌશાળામાં સુભદ્રાએ એક પુત્રને જનમ આપ્યો, તે બાળક ગોશાળામાં જન્મેલો હોવાથી ‘ગોશાળા' નામે પ્રસિદ્ધ થયે.
来来来来家家樂家
For Private & Personal Use Only