________________
પછી ગામમાં જે લોકો જીવતા બાકી રહ્યા હતા તેઓએ યક્ષની આરાધના કરી, એટલે યક્ષે પ્રત્યક્ષ થઈને પિતાનું મંદિર અને મૂર્તિ કરાવવાનું કહ્યું. મરકીથી ત્રાસ પામેલા લોકોએ તુરત જ એક મંદિર કરાવી શૂલપાણિ યક્ષની મૂર્તિ બેસાડી; અને મૂર્તિની લોકો રોજ પૂજા કરવા લાગ્યા.
શ્રી મહાવીર પ્રભુએ તે યક્ષને પ્રતિબોધવા માટે પહેલું ચાતુર્માસ શૂલપાણિ યક્ષના મંદિરમાં જ કર્યું. લોકોએ કહ્યું કે:-“હે ભગવાન ! આ દુષ્ટ તેના ચૈત્યમાં રહેનાર દરેકને મારી નાખ્યા વિના નથી રહેતો.’ લોકોએ વારવા છતાં, પ્રભુ તો યક્ષને પ્રતિબોધવા માટે લોકો પાસેથી અનુમતિ માગી ત્યાં જ રાત્રિએ એકાગ્રચિત્તે કાઉસગ્ગ ધ્યાને રહ્યા. પેલા દુષ્ટ યક્ષે પ્રભુને ભ પમાડવા, ક્રોધાવેશમાં આવી ભૂમિને ભેદી નાખે એવું અટ્ટહાસ્ય કર્યું; પ્રભુ એથી જરાયે ન ડગ્યા. પછી તેણે અનુક્રમે હાથી, સર્પ અને પિશાચનાં રૂપ વિફર્વી, દુઃસહ ઉપસર્ગો કર્યા (જુઓ ચિત્ર નં. ૧૩૯). પ્રભુ તે પર્વતની જેમ અચળ જ રહ્યા. તેણે પ્રભુનાં મસ્તક, કાન, નાક, નેત્ર, દાંત, પીઠ અને નખ જેવા સાતે કમળ અંગોમાં એવી વેદના કરી કે જે સામાન્ય માણસને એવી વેદના થાય તો તે પ્રાણુ જ ગુમાવી બેસે. આટલું કરવા છતાં પણ પ્રભુ ન કંપ્યા ત્યારે, તે પ્રતિબોધ પામ્યા.
તે વખતે સિદ્ધાર્થ વ્યંતરે આવીને શૂલપાણિને કહ્યું કે :–“ અરે ! નિભંગી, નીચ કાર્ય કરનારા, શૂલપાણિ તને આ શું કર્યું ? તે ઇંદ્રને પણ પૂજ્ય ભગવાનની આશાતના કરી, જે તારા
૩૫
Jain Educ
a
tional
For Private & Personal Use Only
I
!