________________
• જ જ
જ્યા
Jain 1
શ્રીમહાવીર પ્રભુએ મારાકસંનિવેશથી વિહાર કરી, પહેલું ચાતુર્માસ શૂલપાણિ યક્ષના મંદિરમાં જ કર્યું. આ યક્ષ પૂર્વભવમાં ધનદેવ નામના વાણીઆના બળદ હતા. ધનદેવની પાંચસે ગાડીઆ નદી ઊતરતાં કાદવમાં ખેંચી ગઈ. આ બળદામાં એક બળદ ઘણા જ બળવાન, ઉત્સાહી અને પાણીવાળા હતા. તેણે પેાતાના માલિકની કૃતજ્ઞતા હૃદયમાં રાખી, દરેક ગાડીની ડાબી ધોંસરીએ જોડાઈ, એક પછી એક પાંચસેા ગાડી કીચડમાંથી બહાર ખેંચી કાઢી. ગાડીએ તેા બહાર નીકળી, પણ હદ ઉપરાંત જેર કરવાથી તે બળદના સાંધા તૂટી ગયા, અને તે અશક્ત થઈ ગયા, બળદને અશકત થએલા જોઈ ને ધનદેવે નજીકના વમાન નામના ગામમાં જઈ, ગામના આગેવાનાને ખેાલાવી, પાતાના અશક્ત બળદ તે લેાકેાને સોંપ્યા અને તેની સારવાર માટે ઘાસ–પાણી વગેરેના પૈસા પણ આપ્યા. ગામનાં આગેવાનોએ તે અશક્ત બળદની સારસંભાળ ન લીધી, તેથી તે બિચારો ભૂખ અને તરસથી રીખાતા, અકાળ નિર્જરા કરીને વ્યંતર જાતિમાં શૂલપાણિ નામના યક્ષ થયા. તેણે પોતાના જ્ઞાનથી પોતાના પૂર્વભવના સંબંધ જાણી લીધા અને વમાન ગામ ઊપર ખૂબ ક્રોધે ભરાઈ મરકીના રોગચારો ફેલાવવા શરૂ કર્યો. એ રોગચાળામાં એટલાં બધાં માણસે મરણ પામ્યાં કે મુડદાનાં બાળનારા પણ કાઈ ના મળે. આમ મુડદાં પડી રહેવાથી હાડકાંઓના મોટા ઢગલા થઈ ગયા, ત્યારથી તે ગામનું નામ પણ વમાનને બદલે ‘અસ્થિકગ્રામ’ પડ્યું.
mational
For Private & Personal Use Only
YONGXINGYANGYONGY
*****
૩૩૪
elibrary.org