________________
રહ્યું. સિદ્ધાર્થ વ્યંતરને પણ તેના પર ઘણો જ ગુસ્સો ચડે, તેથી હાજર રહેલા લોકોને કહ્યું કે –
તિષી હોવાનો ડોળ કરનાર આ માણસ મોટો ચોર છે.”
લોકોએ પૂછયું કે –“ એ ચાર છે એની ખાત્રી શી ??? સિદ્ધાર્થે કહ્યું કે:-“ એણે વીરઘોષ નામના ખેડુતનો દશપલ પ્રમાણન વાટકે ચારીને, ઘરની પછવાડે જ પૂર્વ દિશામાં ખજુરીના ઝાડ નીચે દાટ્યો છે. બીજું દ્રશર્માનો ઘેટો ચોરીને ખાઈ ગયો છે; તે ઘેટાનાં હાડકાં, તેના ઘરની બારડી નીચે ખાદવાથી મળી આવશે. એનું ત્રીજું દુશ્ચરિત્ર તેની સ્ત્રીને પૂછવાથી તે જ તમને કહેશે.”
પછી લોકો અચ્છદકના ઘેર જઈ તેણી સ્ત્રીને પૂછવા લાગ્યા. તે દિવસે અચ્છેદકે પોતાની સ્ત્રીને મારી હતી, તેથી લોકોના પ્રશ્નના ઉત્તરમાં તે બોલી ઉઠી કે- “ એ પાપીનું કાળું માં જેવું એ પણ પાપ છે, કારણ કે તે પોતાની બેનને પણ ભોગવે છે.”
લોકોમાં અછંદકની આબરૂ રહી નહિ, એટલે તે પ્રભુને અતિ દીનપણે વિનવવા લાગ્યો કે:હે સ્વામી ! આપ તો વિશ્વવંદ્ય છો, આપ જ્યાં જ્યાં પધારશે, ત્યાં ત્યાં પૂજાશે. પરંતુ મારી આજીવિકા તો અહીં જ છે.”
તેણી અપ્રીતિનું કારણ જાણી પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. ત્યાંથી વિહાર કરીને પ્રભુ શ્વેતાંબી નગરી તરફ ચાલ્યા. રસ્તામાં કનખલ તાપસના આશ્રમે ચંડકેશિક નામનો એક દષ્ટિવિષ સર્પ હતો. તેને પ્રતિબંધ કરવા લેકાએ વારવા છતાં પણ પ્રભુ તે જ માર્ગે ચાલ્યા.
૩૩૯
Jain Edua
For Private & Personal Use Only
VO