________________
વાત છે. આવા પ્રકારના ઉત્તમ લક્ષણવાળો પુરુષ કેવળ ચક્રવર્તી જ ન હોય, પરંતુ જગતપૂજ્ય પણ હોય છે. આ પુરુષ કે સામાન્ય માણસ નથી, તે તો દેવ અને અસુરોના પણ સ્વામી છે. તેઓ થોડા જ સમયમાં કેવળજ્ઞાન પામી, સકળ સંપત્તિઓના આશ્રયભૂત બની તીથકર થશે. તેમની કાયા રવચ્છ, રોગ રહિત અને પરસેવા વિનાની છે, તેઓશ્રીનો શ્વાસોશ્વાસ સુગંધવાળે છે, તેમનાં રૂધિર અને માંસ પણ ગાયનાં દધ જેવા સ્વછ છે. એવાં એવાં બાહ્ય અને અભ્યતર અગણિત લક્ષણે ગણવાને કણ સમર્થ છે? આ પ્રમાણે બાલીને શક્ર તે પુષ્પ સામુદ્રિકને રતન–સુવર્ણ વગેરે આપીને સમૃદ્ધિશાળી બનાવી રવાના કર્યો અને ઇંદ્ર પોતાના સ્થાનકે ગયા. પ્રભુ પણ અન્ય સ્થળે વિહાર કરી ગયા. | શ્રમણ ભગવાન મહાવીર દીક્ષા સ્વીકાર્યા પછી બાર વરસ કરતાં વધુ સમય સુધીના સાધનાના ગાળામાં શરીર તરફ તદ્દન ઉદાસીન રહ્યા એટલે એ ગાળામાં તેમણે શરીરની માવજત તરફ લેશ પણ લક્ષ્ય ન કર્યું અને શરીરને તજી દીધું હોય એ રીતે શરીર તરફ વર્યા-સાધનાના ગાળામાં જે જે ઉપસર્ગો આવતા રહે છે જેવા કે; દિવ્ય ઉપસર્ગો, માનવીત ઉપસર્ગો અને તિર્યંચ નિકો તરફથી એટલે ક્રૂર ભયાનક પશુ-પક્ષીઓ તરફથી થતા ઉપસર્ગો ઉત્પન્ન થયા તે બધાને સારી રીતે નિર્ભયપણે સહન કરે છે, લેશ પણ રોષ આપ્યા વિના તેજસ્વીપણે સહન કરે છે અને અડગપણે મનને નિશ્ચળ રાખીને સહન કરે છે.
33
-
1
For Private & Personal Use Only