________________
હજાર પતાકાઓ વડે શોભી રહેલો અને એક હજાર યોજન ઊંચે એ મહેદ્રધ્વજ ચાલ્યો. તેના પછી હાથમાં ખડગ ધરનારા, ભાલો પકડનારા. પીઠફલક–લો પકડનારા ચાલવા લાગ્યા. ત્યારપછી હસાવનારા, નાચ કરનારા અને ‘જય જય’ શબ્દનો ઉચ્ચાર કરનારા ભાટ-ચારણે ચાલવા લાગ્યા. ત્યારપછી ઉગ્રકુળના, ભેગકુળના અને રાજ કુળના ક્ષત્રિઓ, કેટવાળા, મહેબના અધિકારીઓ, કૌટુંબિકો, શેઠીયાઓ, સાર્થવાહ, દેવો અને દેવીઓ પ્રભુની આગળ, પાછળ અને પડખે ચાલવા લાગ્યા. - ત્યારપછી પ્રભુની પાછળ ચાલતા સ્વર્ગલોક, મનુષ્યલોક અને પાનાલલેક નિવાસી દેવો. મનુષ્ય અને અસુરોનાં મોટાં ટોળાં મારગમાં ચાલતાં હતાં તથા આગળ કેટલાક શખ વગાડનારા હતા. કેટલાક ચક્રને ધારણ કરનારા હતા. કેટલાક હળધારી હતા, એટલે ગળામાં સેનાનું હળ લટકતું રાખનારા ખાસ પ્રકારના ભાટ લોકો હતા, કેટલાક મુખમંગળિયા-મુખમાંથી માંગલિક શબ્દો ઉચ્ચારનારા-હતા. વર્ધમાનકે એટલે પિતાના ખભા ઊપર બીજાઓને બેસાડેલા છે એવા પણ કેટલાક હતા, કેટલાક ચારણ હતા. અને કેટલાક ઘંટ વગાડનારા ‘રાઉલીઆ’ નામે ઓળખાતા માણસે હતા. એ બધા લોકોથી વીંટળાએલા ભગવાનને પાલખીમાં બેઠેલા જોઈને ભગવાનના કુલમહત્તરે તે તે ઈષ્ટ પ્રકારની, મનોહર, સાંભળવી ગમે તેવી, મનગમતી, મનને આનંદ આપે તેવી, ઉદાર, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય મંગળમય પરિમિત મધુર અને સોહામણી વાણી દ્વારા
૩૧૩
Jain Educ
ational
For Private & Personal Use Only
rayon