________________
તમામ નાટક સાથે, તમામ તાલ કરનારા સાથે, બધા અંતઃપુર સાથે, ફૂલ, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકારની તમામ પ્રકારની શોભા સાથે, તમામ વાજિંત્રોના અવાજના પડઘા સાથે, એ રીતે મોટી સદ્ધિ, મોટી ઘતિ, મોટી સેના, મોટા વાહનો, મોટો સમુદાય અને એક સાથે વાગતાં વાજિંત્રોના નાદ સાથે એટલે શખ, માટીનો ઢેલ, લાકડાનો ઢેલ, ભેરિ, ઝાલર, ખરમુખી, હ ડુકક અને દુંદુભિ વગેરે વાજિંત્રોના નાદ વગેરે અનુપમ ઋદ્ધિથી વિંટળાએલા પ્રભુની પાછળ હાથી ઊપર બેઠેલા, મનહર છત્રવડે શોભતા, ચામર વડે વીંઝાતા. અને ચતુરંગી સેનાથી પરિવરેલા નંદિવર્ધન રાજા પણ ધીમે ધીમે આગળ ગતિ કરી રહ્યા હતા. આ રીતે સમગ્ર દબદબાવાળ જન સમુદાય, શ્રમણ ભગવાન મહાવીરની સાથે ક્ષત્રિયકુંડગ્રામ નગરની મધ્યમાં થઈને નીકળે છે, નીકળીને જ્યાં જ્ઞાતખંડ વન નામનું ઉદ્યાન છે, તેમાં જયાં અશોકનું ઉત્તમ વૃક્ષ છે ત્યાં આવી પહોંચે છે.
ત્યાં આવીને અશોકવૃક્ષની નીચે પિતાની પાલખીને ઊભી રાખે છે. એ ઝાડ નીચે પાલખીને ઊભી રાખીને પાલખી ઉપરથી પોતે નીચે ઊતરે છે. પાલખી ઉપરથી નીચે ઊતરીને પોતાની મેળે જ હાર વગેરે આભૂષણો, ફૂલની માળાઓ અને વીંટીવેટ વગેરે અલંકારોને ઊતારી નાખે છે. આ બધાં આભૂષણો વગેરે કુળની મહત્તા સ્ત્રીઓ હંસલક્ષણ સાડીમાં લઈ લીધાં. અને કહ્યું કે - “હે પુત્ર! તમે ઇક્વાકુ કૂળમાં જનમેલા છો, તમારું કાશ્યપ નામનું
૩૨૩
For Private & Personal Use Only
brary.org