________________
家、家家家家、家系統
ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા. ગોવાળ પાછો ફરતો ફરતો ત્યાં આવ્યો ને તે વખતે બળદેને ત્યાં બેઠેલા જોઈને વિચારવા લાગે કે:-“આને ખબર હતી છતાં એણે મને વાત ન કહી અને મને ભટકવા દીધો ? એ પ્રમાણે ક્રોધે ભરાઈને બળદની રાશ લઇને પ્રભુને મારવા દોડ્યો. એ વૃત્તાંત શકેંદ્રના જાણવામાં અવધિજ્ઞાનથી આવતાં ગોવાળીયાને શકેદ્ર શિખામણ આપી. પછી પ્રભુને વંદન કરી વિનતિ કરી કે:-“હે પ્રભુ! આપને બાર વર્ષ સુધીમાં ઘણા ઉપસર્ગ થવાના છે. માટે આપ જે આજ્ઞા આપો તો હું તેટલો વખત આપની સેવામાં હાજર રહું. પછી કાઉસગ્ગ પાળી પ્રભુ બાલ્યા કે:-“હે દેવેંદ્ર ! એવું કદાપિ થયું નથી થતું નથી અને થાય પણ નહિ કે તીર્થકર કેઈપણ દેવેંદ્ર કે અસુરેદ્રની સહાયથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે, તેઓ તો પોતાના પરાક્રમથી જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે ?” પછી શકેંદ્ર પણ પ્રભુને કઈ પણ ઠેકાણે મરણાંત ઉપસર્ગ ઉપસ્થિત થાય તે પ્રસંગે તે અટકાવવા માટે, વ્યંતર જાતિમાં ઉત્પન્ન થએલા, પ્રભુની માશીના પુત્ર સિદ્ધાર્થ નામના વ્યંતરદેવને પ્રભુની પાસે મૂકતા ગયા. ત્યાંથી વિહાર કરી પ્રભુ કલાકસંનિવેશમાં ગયા. ત્યાં સપાત્ર ધર્મ પ્રરૂપવાની ઇચ્છાથી, પ્રભુએ બહુલ નામના બ્રાહ્મણના ઘેર પ્રથમ પારણું તે ગૃહસ્થના પાત્રમાં પરમાન્ન-ખીરથી કર્યું. તે વખતે આકાશમાં દેએ દુંદુભિના નાદ કર્યા, વસ્ત્ર, સુગંધી જળ અને પુષ્પોની વૃષ્ટિ થઈ તેમ જ સાડાબાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ. દેવોએ • અહો દાન ! અહો દાન !' એ પ્રકારની ઉદ્ઘોષણા કરી, એ રીતે પાંચ દિવ્ય પ્રકટ થયાં.
in
due on International
For Private & Personal Use Only
orary or