________________
કરે, (૨) હમેશાં કાઉસગ્ગમાં જ રહેવું, (૩) ગૃહસ્થને વિનય ન કરે, (૪) છદ્મરથ
અવરથામાં મૌનપણે જ રહેવું. અને (૫) હાથમાં જ ભેજન કરવું. આ પાંચ અભિગ્રહ તે વખતે ગ્રહણ કર્યા.
શ્રમણ ભગવાન મહાવીર એક વરસ ઉપરાંત એક મહિના સુધી યાવતુ ચીવરધારી | એટલે કપડું ધારણ કરનારા હતા અને ત્યારપછી અચેલક એટલે કપડાં વગર થયા તથા કરપાત્રી થયા.
પ્રભુને દીક્ષા લીધા પછી એક વરસ અને એક મહિનાથી કાંઈક અધિક સમય વીતી ગયો. એક વખતે તેઓ દક્ષિણવાચાલ નામના સંનિવેશની નજીકમાં સુવર્ણવાલુકા નામની નદીના કાંઠે આવ્યા. ત્યાં ચાલતાં ચાલતાં દેવદખ્ય અરધો ભાગ કાંટામાં ભરાઈ જવાથી પડી ગયા. પ્રભુએ એકવાર તે પડી ગએલા વર્લ્સ તરફ સિંહાવલોકનની જેમ દૃષ્ટિથી જોયું અને આગળ ચાલ્યા. આ બાબતમાં કેટલાક કહે છે કે પ્રભુએ વસ્ત્રની મમતાને લીધે પાછું વાળીને જોયું અને કેટલાક કહે છે કે તે વસ્ત્ર સ્થાને ૫ડયું કે અસ્થાને તે જોવા સિવાય પ્રભુને બીજે કઈ ઉદેશ ન હતો. કેટલાક કહે છે કે અનાયાસે જ પ્રભુથી પાછું જોવાઈ ગયું, વળી કેટલાક તો એમ પણ કહે છે કે મારા શિષ્યોને વસ્ત્ર–પાત્ર સુલભ થશે કે દુર્લભ તેને નિર્ણય કરવા પૂરત જ પ્રભુએ દષ્ટિપાત કર્યો હતો. વૃદ્ધો એ અભિપ્રાય ધરાવે છે કે,
૩૨૮
Jan Edi
t
ional
For Private & Personal Use Only