________________
死
GREAT
死光鄉岩縣造縣
તો રાગદ્વેષ રહિત છે, તો પણ કોઈ વખત અમેને યાદ કરજે ! ?? આ પ્રમાણે બેલત, આંખમાંથી આંસુ પાડતો બંધુવર્ગ નિસ્તેજ મુખે પોતાના ઘેર ગયો.
પ્રભુએ દીક્ષા લીધી તે વખતે ઇંદ્રાદિ દેવોએ ગોશીષચંદન વગેરે સુગંધી પદાથોથી તેમજ પુષ્પો વડે પૂજા કરી હતી, તેની સુગંધી પ્રભુના શરીર પર ચાર મહિનાથી પણ વધારે વખત રહી; તે પદાર્થોની અલૌકિક સુગંધીને લીધે દૂરદૂરથી ખેંચાઈ આવતા ભમરા પ્રભુને ડંખ દેવા લાગ્યા. કેટલાક યુવાન પ્રભુ પાસે સુગંધમય પદાર્થની યાચના કરવા લાગ્યા, પરંતુ પ્રભુને મૌન જોઈ કોપેલા કેટલાક યુવાને પ્રભુને ઉપસર્ગ કરવા લાગ્યા. કેટલીક સ્ત્રીઓ પ્રભુનું અદભુત રૂપ અને સુગંધીવાળું શરીર જોઈ ભાગ પ્રાર્થનાદિ અનુકૂળ ઉપસર્ગો કરવા લાગી. પ્રભુ તો મેરૂ પર્વતની માફક અડગ રહી, સમભાવે એ વેદનાઓ સહન કરતા વિહાર કરવા લાગ્યા. એ રીતે વિહાર કરતા કરતા પ્રભુ બે ઘડી દિવસ બાકી રહ્યો ત્યારે કુમાર નામના ગામમાં પહોંચ્યા અને ત્યાં રાત્રિએ કાઉસગ્નમાં રહ્યા.
પ્રભુ ત્યાં પહોંચ્યા તે વખતે કોઈ એક ગોવાળીઓ, આખો દિવસ બળદીયા પાસે હળ ખેંચાવી, સંધ્યાકાળે પ્રભુ પાસે મૂકી, ગાયે દહોવા માટે પોતાના ઘેર ગયા; પેલા બળદીયા ચરતા ચરતા દૂર જંગલમાં ચાલ્યા ગયા. ગોવાળ ગાયો દોહીને પાછો આવ્યો ત્યારે પ્રભુને પૂછવા લાગ્યા કે:-“હે આર્ય ! મારા બળદ કયાં છે ?? ગોવાળે વિચાર્યું કે બળદના સંબંધમાં એને ખબર નહિ હોય. એટલે પોતે બળદની શોધ કરવા જંગલમાં નીકળી પડ્યો. બળદીયા પણ રાત્રે પોતાની મેળે જ
૩૫
Jain
For Private & Personal Use Only
brary.org