________________
પંચમુષ્ટિ લોન્ચ કર્યા પછી પ્રભુએ સામાયિક ઉચ્ચરવા ઇચ્છા કરી ત્યારે ઇંદ્ર વાજિંત્રો વગેરેનો કોલાહલ શાંત કરાવ્યો. પ્રભુએ * નમો સિદ્ધાણું ” એ પ્રમાણે કહીને ‘કરેમિ સામાઈએ સવ્વ સાવજે જોગ પચ્ચકખામિ' ઇત્યાદિ પાઠનો ઉચ્ચાર કર્યો. પણ “” શબ્દ ન બાલ્યા. કારણ કે તીર્થકરોને એવો આચાર છે. આવી રીતે ચારિત્ર ગ્રહણ કર્યું કે તરત જ પ્રભુને ચેવું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. પછી ઇંદ્રાદિ દેવ પ્રભુને વંદન કરીને, નંદીશ્વરદ્વીપની યાત્રા કરી પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા.
ઈતિ મહોપાધ્યાય શ્રી કીર્તિવિજયગણિ શિષ્યોપાધ્યાય
શ્રીવિનયવિજયગણિ વિરચિત ક૯૫સુબાધિકાનું પાંચમું વ્યાખ્યાન સંપૂર્ણ.
For Private & Personal Use Only
www.ainelibrary.ro