________________
B =
વ્યા
Jain Ex
**
ઉત્તમ ગાત્ર છે; જ્ઞાતકુળરૂપી નભામંડળમાં પૂર્ણિમાના નિર્મળ ચંદ્ર સમાન સિદ્ધાર્થ નામના ક્ષત્રિયના અને ઉત્તમ જાતિના ત્રિશલા ક્ષત્રિયાણીના તમે પુત્ર છે, દેવેંદ્રો અને નરેંદ્રોએ પણુ તમારી સ્તુતિ કરેલી છે, માટે હે પુત્ર! આ સંયમના માર્ગમાં તમે બરાબર સાવધાન થઈને ચાલો. મહાત્માઓએ આચરેલા માર્ગનું અવલંબન લેજે, તરવારની ધાર સમાન મહાવ્રતનું પાલન કરો; શ્રમધર્મમાં હું પુત્ર ! પ્રમાદ ન કરતા ’ આ પ્રમાણે વના કહીને, પ્રભુને વંદન તથા નમસ્કાર કરી તે સ્ત્રી એક બાજુ ખસી ગઈ.
ત્યારપછી, ભગવાને પોતાની મેળે જ એક મુષ્ટિવડે દાઢી-મૂછના અને ચાર મુવિડે મસ્તકના કેશના (જુએ ચિત્ર નં. ૧૩૬–૧૩૭) એવી રીતે પંચમુષ્ટિ લાચ કર્યો. એ વખતે ભગવાને પાણી વિનાના છઠના તપ કરેલા હતા, ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર સાથે ચંદ્રના યોગ આવતાં શક્રંદ્રે ડાબા ખભા ઉપર સ્થાપન કરેલું દેવદૃષ્ય વસ્ત્ર ગ્રહણ કરીને એકલા એટલે રાગદ્વેષરહિત પણે, અદ્રિતીય પણે, એટલે કે ઋષભદેવ પ્રભુ ચાર હજાર રાજાએ સાથે, મલ્લિનાથ અને પાર્શ્વનાથ પ્રભુ ત્રણસો ત્રણસો સાથે, વાસુપૂજ્ય પ્રભુ સા સાથે અને બાકીના એગણીશ તીર્થંકરો હજાર હજાર સાથે દીક્ષિત થયા હતા. તેમ ભગવાન મહાવીર બીજા કોઈની સાથે નહીં, પરંતુ અદ્વિતીયપણે, કેશના લાચ કરવા રૂપ દ્રવ્યથી અને ક્રોધાદિને દૂર કરવારૂપ ભાવથી મુંડ થઈ ને, ગૃહવાસથી નીકળી અનગારપણાને–સાધુપણાને પામ્યા.
mational
For Private & Personal Use Only
***
૩૧૧
library.org