________________
કરી શકે છે છે
થાઓ” એમ કહીને તે લેકે ભગવાન મહાવીર જય જય નાદ ગજવે છે.
ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીર ક્ષત્રિયકુંડગ્રામ નગરની મધ્યમાં થઈને, હજારો નેત્રોવડે દિકરી જેવાતા જેવાતા, હજારો મુખવડે પ્રશંસાતા પ્રશંસાતા, હજારે હૃદયેવડે અભિનંદન પામતા પામતા, ભગવાનને જોઈને લોકો એવા મનોરથો કરવા લાગ્યા કે “અમે આ પ્રભુના સેવક થઈને રહિએ તો સારું એ રીતે હજાર જાતના મનોરવડે વિશેષ ઈચ્છાતા ઈચ્છાતા, ભગવાનની કાંતિ અને રૂપગુણને જોઈને સ્ત્રીઓ “ આવો અમારો ભરતાર હોય તે કેવું સારું ? એ રીતે તેમની સામે વારંવાર જોઈને મનમાં પ્રાર્થાના પ્રાર્થના અને હજારો આંગળી ઓ વડે ભગવાન દેખાડાતા દેખાડાતા તથા પોતાના જમણા હાથ વડે ઘણું હજાર નરનારીઓના હજારો પ્રણામોને ઝીલતા ઝીલતા, ભગવાન એ રીતે હજારો ઘરોની હારની હાર વટાવતા વટાવતા, વીણા, હાથના રાસડા, વાત્તઓ, અને ગીતના ગાવા બજાવવાના મધુર સુંદર જય જય નાદ સાથેના અવાજ સાથે એ રીતે મંજુ મંજુ જય જય નાદને ઘોષ સાંભળીને ભગવાન બરાબર સાવધાન બનતા બનતા. પોતાનાં છત્ર, ચામર વગેરેના વૈભવ સાથે. તમામ ઘરેણું–અંગે અંગે પહેરેલાં તમામ ઘરેણાંઓની કાંતિ સાથે, તમામ સેના સાથે. હાથી, ઘોડા, ઊંટ ખચ્ચર, પાલખી, મ્યાન વગેરે તમામ વાહને સાથે. તમામ જનસમુદાય સાથે, તમામ આદર સાથે તમામ ઔચિત્ય સાથે પોતાની તમામ સંપત્તિ સાથે, તમામ શભા સાથે. તમામ પ્રકારની ઉત્કંઠા સાથે, તમામ પ્રજા સાથે,
૩૯
For Private & Personal Use Only