________________
૮ = હજુ જ
પાછળથી ઓળખાણ પડી ત્યારે સૌ હસી પડ્યા. કાઈક ભાળી સ્ત્રી તા ઊતાવળથી દોડતાં વજ્ર ખસી ઢીલા થઈ જવાથી હાથમાં કેવળ નાડીને જ પકડી ઊભી રહી, પરંતુ સર્વ લાકે શ્રી જિનેશ્વરદેવનાં દર્શન માટે તન્મય બનેલા હાવાથી કાઇની નજર તેની ઊપર ન પડી અને તેથી તેને શરમાવવાનું પણ કારણ ન રહ્યું. કાઈ એક તરુણુ સ્ત્રી તેા પોતાના રડતા બાળકને ગોદમાં લેવાને બદલે ભૂલથી ખીલાડાંને હાથમાં લઈને, કેડમાં બેસાડી દોડતી દોડતી આવીને ઊભી રહી! આ દૃશ્ય જોનારને હાસ્ય સ્ફુર્યા વિના કૅમ જ રહે ? શ્રી વીર પ્રભુનું મુખ જોવાને અતિશય લાલુપ બનેલી અને આનંદથી પ્રફુલ્લિત ગાત્રવાળી કેટલીક સ્ત્રીઓને તા પોતાનાં સુવર્ણનાં આભૂષણો સરી પડી ગયાં તેનું પણ ભાન ન રહ્યું ! કાઈ સ્રી પ્રભુને દેખી ખેાલવા લાગી કે:–“ ધન્ય છે આ રૂપને, ધન્ય છે આ તેજને અને ધન્ય છે આ મહાન પરાક્રમને! શરીરને વિષે પણ કેટલું બધું અદ્ભુત સૌભાગ્ય શેાભે છે? વિધાતાના હાથની આવી કારીગરી જોઇ, હું તેા તેનાં દુ:ખડાં લીધાં વિના નથી રહી શકતી !” કેટલીએ ચંચળ નેત્રવાળી સ્ત્રીએએ, પેાતાના હસ્તકમળમાંથી પવિત્ર માતીએ ઉડાડી પ્રભુને વધાવ્યા. કેટલીક સ્ત્રીએ મધુર રવરથી રમણીય ધવલમંગળ ગાવા લાગી અને કેટલીક સ્ત્રીઓ તા આનંદના અતિશયથી નાચવા લાગી.
આવી રીતે નગરવાસી પુરુષા અને સ્ત્રીઓ, જેઓના વૈભવના ઉત્કર્ષ જેવા ટાળે મળ્યાં છે, તે ભગવંતની આગળ પ્રથમ સ્વસ્તિક ૧, શ્રીવત્સ ૨, નંદ્યાવર્ત્ત ૩, વર્ધમાનક ૪, ભદ્રાસન
Jain Education national
For Private & Personal Use Only
***--X--XX-XXX
૧૫
brary.org