________________
સિભાગ્ય મળે, દાંતમાં ચીકાશ હોય તો ભેજન મળે: શરીરમાં ચીકાશ હોય તે સુખ મળે. અને પગમાં ચીકાશ હોય તો વાહન મળે.
उरोविशालो धनधान्यभोगी, शिरोविशालो नृपपुङ्गवश्च ।
कटीविशालो बहुपुत्रदारो, विशालपादः सततं सुखी स्यात् ॥ १७॥ જેની છાતી વિશાળ હોય તે ધન અને ધાન્યનો ભેગી થાય, જેનું માથું વિશાળ હોય તે ઉત્તમ રાજા થાય; જેની કમ્મર વિશાળ હોય તેને ઘણાં પુત્ર તથા સ્ત્રીઓ થાય, અને જેના પગ વિશાળ હોય તે હમેશાં સુખી થાય.
આવા લક્ષણવાળા, તથા માન. ઉન્માન અને પ્રમાણુવડે આખું અંગ જેનું સંપૂર્ણ અને સુંદર કરી છે તેવા પુત્રને તમે જનમ આપશો.
માન આ પ્રમાણે—પાણીથી સંપૂર્ણ ભરેલી કુંડીમાં માણસને બેસાડ્યા પછી જે પાણી બહાર નીકળી જાય તે પાણી એક દ્રોણ–બત્રીશ શેર જેટલું થાય તો તે માણસ માનને પ્રાપ્ત થએલો સમજ.
ઉન્માન–વળી કાંટા ઉપર બેસાડી જોખવાથી ને તેનું વજન અર્ધભાર થાય તો તે પુરુષ
૧૨૭
For Private & Personal Use Only