________________
蘇美德家教、家教、家教、家
રિથતિવાળા દેવ થયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં ચવીને, મરીચિના ભવમાં બાંધેલા અને ભોગવવાના બાકી રહેલા નીચ ગોત્રકર્મના ઉદયથી સત્તાવીશમાં ભવે વીર પ્રભુને જીવ બ્રાહ્મણકુંડગ્રામ નગરમાં ઋષભદત્ત બ્રાહ્મણની દેવાનંદા નામની ભાર્યાની કુખે ગર્ભપણે ઉત્પન્ન થયા. 1 સૈધર્મેન્દ્ર વિચાર્યું કે નીચગોત્રકર્મના ઉદયે તીર્થકરો, ચક્રવર્તીઓ, બલદેવો અને વાસુદેવ, શુકકુલોમાં, અધમકુલોમાં. તુચ્છકુલોમાં, દરિદ્રકુલોમાં, કંજુસનાં કુલોમાં. ભિક્ષુકકુલોમાં, બ્રાહ્મણના કુલમાં આવેલા છે કે આવે છે કે આવવાના છે છતાં તે કુલોમાં તેઓ કદી જનમેલા નથી. જનમતા નથી કે હવે પછી જનમવાના નથી. હવે આ શ્રમણ ભગવાન મહાવીર જંબુદ્વીપમાં, ભરતક્ષેત્રમાં, બ્રાહ્મણુકડગ્રામ નગરમાં કેડાલગેત્રવાળા ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યા જાલંધરાવની દેવાનંદા બ્રાહ્મણીની કૂખમાં ગર્મપણે ઉત્પન્ન થએલા છે.
તો થઈ ગએલા, વર્તમાન સમયના અને હવે પછી થનારા તમામ દેવેંદ્ર દેવરાજ શકોનો એ આચાર છે કે અરહંત ભગવંતોને તેવા પ્રકારનાં અંતલોમાંથી કે અધમકુલોમાંથી કે તુરછકેલોમાંથી કે દળદરિયાં ફલોમાંથી કે ભિક્ષુકકુલોમાંથી કે કંજુસનાં કલોમાંથી કે બ્રાહ્મણકુલોમાંથી ખસેડીને તેવા પ્રકારનાં ઉગ્રવંશનાં કુલોમાં કે ભગવંશનાં કુલોમાં કે રાજન્યવંશનાં કુલોમાં કે જ્ઞાતવંશનાં કુલોમાં કે ક્ષત્રિયવંશનાં કુલોમાં કે ઈક્વાકુવંશનાં કુલોમાં કે હરિવંશનાં કુલોમાં કે કોઇ બીજા તેવા પ્રકારનાં વિશદ્ધ જાતિનાં, વિશુદ્ધ વંશનાં અને વિશુદ્ધ કુલવાળાં કુલોમાં જયાં જયાં
S
Jain Edi
t
ional
For Private & Personal Use Only
brary.org