________________
ૐğ»
અને તમારા એ પુત્ર રાજ્યના ધણી એવા રાજા થશે.
“ હું દેવાનુપ્રિયે ! તમે જે પ્રશરત સ્વમ જોયાં છે, તે બધાં ભારે ઉત્તમ છે એમ કહીને યાવત્ બે વાર પણ અને ત્રણ વાર પણ એમ કહીને તે સિદ્ધાર્થ રાજા, ત્રિશલા ક્ષત્રિયાણીની ભારે પ્રશંસા કરે છે.''
ત્યારપછી, તે ત્રિશલા ક્ષત્રિયાણી સિક્કા રાજા પાસેથી એ વાત સાંભળી-સમજી ભારે હરખાણી, સંતાષ પામી યાવત્ તેનું હૃદય પ્રફુલ્લ થઈ ગયું અને તે હાથની બંને હથેળીના દશે નખ ભેગા થાય એ રીતે મસ્તકમાં શિરસાવર્ત કરવા સાથે અંજિલ કરીને આ પ્રમાણે બાલી: “હે સ્વામી ! એક એ પ્રમાણે છે, હે સ્વામી ! એ તમે કહ્યું તે પ્રમાણે છે, હે સ્વામી ! તમારું કહેવું સાચું છે, હે સ્વામી ! તમારું વચન સંદેહ વગરનું છે, હે સ્વામી ! હું એ તમારા કથનને વાંછું છુ, હે સ્વામી ! મેં તમારા એ કથનને તમારા મુખથી નીકળતાં જ સ્વીકારી લીધું છે, હે સ્વામી ! તમારું મને ગમતું એ કથન મેં ફરી ફરીને વાંધેલ છે, જેમ તમે સ્વમોના એ અર્થને બતાવા છે તેમ એ સાચા છે, એમ કરીને ત્રિશલા ક્ષત્રિયાણી સ્વોના અર્થને સારી રીતે સ્વીકારે છે.’’ એ પ્રમાણે સ્વમોના અર્થને સારી રીતે સ્વીકારીને સિદ્ધાર્થ રાજાની રજા લઇ તે વિવિધ પ્રકારનાં જડેલાં મણુિ અને રત્નાની ભાતવાળા અદ્ભુત ભદ્રાસન ઉપરથી ઊભી થાય છે, ઊભી થઈને ધીમેધીમે અચલપણે; ઉતાવળ વગરની, વિલંબ કર્યા વગરની, રાજહંસની ચાલથી ચાલતી
Jain Edmational
For Private & Personal Use Only
૧૧
helibrary.org