________________
ચોથું વ્યાખ્યાન
ત્યારપછી સિદ્ધાર્થ રાજાએ તે સ્વમલક્ષણ પાઠકોને વંદન કર્યું, સુંદર શબ્દોમાં ગુણરતુતિ કરી, કુલ વગેરેથી પૂજન કરી, ફળ અને વસ્ત્રાદિના દાનવડે સત્કાર કરી, વિવેકપૂર્વક ઊભા થઈ તેમનું આદર–સન્માન કર્યું અને પછી તેઓ તેમને માટે અગાઉથી ગોઠવી રાખેલા એક એક ભદ્રાસનમાં બેસી જાય છે (જુઓ ચિત્ર નં. ૧૧૩). - પછી સિદ્ધાર્થ ક્ષત્રિય ત્રિશલા ક્ષત્રિયાણીને પડદાની અંદર બેસાડે છે, બેસાડીને હાથમાં ફળ-ફુલ લઈ અતિ વિનયપૂર્વક મલક્ષણપાઠકોને સ્વમનું ફળ પૂછવાની તત્પરતા બતાવી. હાથમાં ફળ-ફૂલ લઈ જિજ્ઞાસા કરવાનું કારણ એટલું જ કે :
૨૨૯
Jain Ed
national
For Private & Personal Use Only
brary.org