________________
વિક જ જગ્યાએ 38
ગજ, વૃષભાદિ ચાદ સ્વમોથી સૂચિત થએલાયોગ્ય, પવિત્ર, ત્રણે જગતને પૂજવા લાયક, ત્રણે ભુવનના પ્રાણીઓમાં અદ્વિતીય અને મનુષ્યને આનંદ ઉપજાવનારા પુત્રરત્ન વિના મને આ રાજયની પણ શું જરૂર છે ? તુચ્છ વિષયજન્ય આ કૃત્રિમ સુખની પણ મારે હવે શા સારુ પરવા રાખવી જોઈએ ? આ રેશમી શય્યા અને આ મહેલના વિભવની પણ મને શી જરૂર છે? ' અરે દેવ ! દુ:ખરૂપી અગ્નિથી તું શા સારુ મને બાળી રહ્યો છે? મારા કેઈપણ પ્રકારના અપરાધ વિના આવી શત્રુતા શા માટે બતાવે છે? ખરેખર ! આ સંસાર જ ધિક્કારવા યોગ્ય છે. સંસારના વિષયે જ એવા ચંચળ અને મધથી લીંપેલી તલવારના જેવા દગાખોર છે.
અથવા પૂર્વભવમાં મેં શું કંઈ એવું દૃષ્ટ કૃત્ય કર્યું હશે કે જેથી મને આવું સંકટ પ્રાપ્ત થયું ? ધર્મશાસ્ત્રમાં ઋષિઓએ કહ્યું છે કે:-“ જે પાપી પ્રાણી પશુ, પક્ષી અથવા મનુષ્યના બાળકોને તેમના માતાપિતાથી વિયાગ કરાવે છે તે પ્રાણીને સંતતિ થતી જ નથી. અને કદાચ થાય તો તે તત્કાળ મરી જાય છે.”
ત્યારે મેં પોતે શું પર્વભવમાં દૃષ્ટબુદ્ધિથી, ભેસેથી તેના ધાવણ બચ્ચાંઓનો વિકાહ કરાવ્યા હશે ? અથવા દૂધના લોભથી મેં તે વાછરડાંઓને દૂધને અંતરાય કર્યો હશે ? અથવા શું બીજા લોકો પાસે અંતરાય કરાવ્યો હશે? અથવા શું મેં બચ્ચાંઓ સહિત ઉંદરોનાં દર પાણીથી પૂરી દીધાં હશે? અથવા પૂર્વજન્મમાં શું અજ્ઞાનને વશ થઈ, ધર્મબુદ્ધિથી કીડી વગેરેનાં દરને ઉના પાણુથી
૨પ
Jain Education International
For Private & Personal Use Only
www
.