________________
હસાવતા હોય, કૂદનારા પિતાની કૂદના ખેલો બતાવતા હોય, કથા પુરાણીઓ કથાઓ કરીને જનમનરંજન કરતા હોય. પાઠક લેકે સુભાષિત બોલતા હોય, રાસ લેનારાઓ રાસ લેતા હોય, ભવિષ્ય જોનારા ભવિષ્ય કહેતા હોય, મોટા વાંસડા ઊપર ખેલનારા વાંસના ખેલો કરતા હોય. મંખલોક હાથમાં ચિત્રના પાટિયાં રાખીને ચિત્ર બતાવતા હોય, તૃણી લોકો તૃણુ નામનું વાજિંત્ર વગાડતા હોય, વીણા વગાડનારાઓ વીણા વગાડતા હોય, તાલ દઈને નાટક કરનારાઓ નાટક દેખાડતા હોય, એ રીતે જનમનના રંજન માટે નગરમાં ઠેકઠેકાણે ગોઠવણ કરો અને કરા, ઊપર કહેલી એવી તમામ ગોઠવણ કરીને એટલે કે નગરને સુશોભિત કરવાથી માંડીને
કરંજન કરવા સુધીની તમામ ગોઠવણ કરો અને કરાવો. એવી ગોઠવણ કરીને ને કરાવીને હજારો પ–ધૂસરાં અને હજારો સાંબેલાઓને ઊંચાં મૂકાવો એટલે કે ધૂસરાને સાંબેલાથી થતી હિંસાને અટકાવો અને એ હિંસાને અટકાવીને મારી આ આજ્ઞાને પાછી આપો એટલે કે મેં જે ઊપર કહ્યું છે તે બધું તમે કરી આવ્યા છે એમ તમે મારી પાસે આવીને જણાવો.
ત્યારપછી, સિદ્ધાર્થ રાજાએ જેમને ઊપરનો હુકમ ફરમાવ્યું છે એવા નગરગૃતિક એટલે નગરની સંભાળ લેનારાઓ રાજીરાજી થયા, સંતોષ પામ્યા અને યાવતું ખુશ થવાને લીધે તેમના હૃદય પ્રફુલ્લ થયાં. તેઓ પોતાના બંને હાથ જોડીને સિદ્ધાર્થ રાજાના હુકમને વિનયપૂર્વક સ્વીકારીને તરત જ ક્ષત્રિયકુંડપુર નગરમાં સૌથી પહેલું જેલને ખાલી કરવાનું કામ કરે છે, અને એ
Jain Education International
For Private & Personal Use Only
www. aineitbrary.org