________________
વ્યા
શાજનક
અને બીજા અવરજવરના રસ્તાઓમાં તમામ ઠેકાણે પાણી છંટાવો, ચકખું કરાવે અને જ્યાંત્યાં તમામ શેરીઓમાં તથા તમામ બજારોમાં પાણી છંટાવો, સાફસૂફ કરાવે, તે તમામ ઠેકાણે જેવા આવનાર લોકો એકઠા થાય તેઓ બેઠાબેઠા બધું જોઈ શકે તે માટે રસ્તાના કિનારે માળબંધ માંચડાએ બંધાવો. વિવિધ પ્રકારની રંગેલી અને સિંહ, હાથી, ગરૂડ વગેરે પશુ-પક્ષીઓના ચિત્રોવાળી ધજા-પતાકાઓ બંધાવો, આખા નગરને લિંપાવો, ઘોળાવો અને સુશોભિત બનાવો, નગરનાં બધાં ઘરની ભીંતો ઉપર ગશીર્ષ ચંદનના, સરસ રાતા ચંદનના તથા દર્દર જાતના પહાડી ચંદનના પાંચે આંગળીઓ ઉઠેલી દેખાય એવા થાપા લગાડાઓ, ઘરોની અંદર ચોકમાં ચંદનના મંગળકળશ સ્થપાવો, બારણે બારણે ચંદનના કળશોથી રમણીય લાગે એવા તોરણો બંધાવો, જ્યાં ત્યાં શોભે એ રીતે જમીનને અડે એવી લાંબી લાંબી ગોળ આકારની પુષ્પમાળાઓ લટકાવો, સરસ–સુગંધી પાંચે વર્ણનાં પુષ્પો-ફુલોનો સમૂહ યોગ્ય સ્થળે ગોઠવીને નગરને સંસ્કારયુક્ત બનાવો, ફલેના ગુચ્છા મૂકાવો. ઠેકઠેકાણે બળતા કાળો અગર, ઊંચી જાતને કુંદર અને તૂક ધૂપની સગંધિત વાસથી આખા નગરને મઘમઘતું કરી મેલો-ઊંચે ચડતી ધૂપની વાસથી નગર મહેકી રહે એવું કરે–સુગંધને લીધે ઉત્તમ ગંધવાળું કેમ જાણે ગંધની ગુટિકા હોય એવું મઘમઘતું બનાવો.
વળી ઠેકઠેકાણે નટો રમતા હોય, નાચનારા નાચ કરતા હોય, દોરડા ઊપર ખેલ કરનારા દોરડાના ખેલો બતાવતા હોય, મલ્લો મલ્લયુદ્ધ કરતા હોય, મુષ્ટિયુદ્ધ કરનારા મુષ્ટિયુદ્ધ કરતા હોય, વિદૂષકે લોકોને
For Private & Personal Use Only
library.org