________________
家家樂家樂隊樂家來家樂隊
AK
થોડા કે વધુ દંડ કરવામાં આવતો નથી. જ્યાં ત્યાં ઉત્તમ ગણિકાઓ અને નાટકીયાઓનો નાચ ચાલુ કરવામાં આવ્યું છે તથા જ્યાં ત્યાં અનેક તમાસા ગોઠવવામાં આવ્યા છે અને નિરંતર મૃદંગાને વગાડવામાં આવે છે. એ ઉત્સવ દરમ્યાન માળાઓને તાજી-કરમાયા વિનાની રાખવામાં આવી છે. નગરના તેમજ દેશના તમામ માણસને પ્રમુદિત કરવામાં આવ્યાં છે, અને તેઓ દશે દિવસ રમતગમતમાં ગુલતાન રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.
ત્યારપછી. તે સિદ્ધાર્થ રાજા દશ દિવસને એ ઉત્સવ ચાલતો હતો તે દરમિયાન સંકડ, હજાર, લાખા યાગોને–દેવપૂજાઓને કરાવે છે. અહીં યાગ શબ્દનો અર્થ જિનપ્રતિમાની પૂજા જ કરવાનો છે, કારણ કે, પ્રભુના માતપિતા શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય–શ્રાવક હતા એમ આચારાંગસૂત્રમાં કહેલું છે; અને શ્રાવકને બીજા યાગો અસંભવિત હોવાથી જિનપ્રતિમાની પૂજા સિવાય બીજો અર્થ બંધબેસતો નથી. યોગ શબ્દમાં ‘યજ' ધાતુ છે, અને તેને દેવપૂજા એવો અર્થ થાય છે. તે ઉપરાંત સિદ્ધાર્થ રાજ દાન-દાનને અને ભાગોને દેતો અને દેવરાવતે તથા સંકડે, હજારો અને લાખે સંભેને–વધામણાને સ્વીકારતો સ્વીકારતો એ પ્રમાણે રહે છે.
ત્યારપછી, શ્રમણ ભગવાન મહાવીરના માતાપિતા પ્રભુના જનમના પહેલા દિવસે કુલપરંપરા પ્રમાણે પુત્રજનમ નિમિત્તે કરવામાં આવતું અનુષ્ઠાન કરે છે, ત્રીજા દિવસે ચંદ્ર-સૂર્યનાં દર્શનનો |િ ઉત્સવ કરે છે. તેને વિધિ આ પ્રમાણે છે:– પુત્ર જનમથી બે દિવસ ગયા પછી ત્રીજા દિવસે ગૃહરથ
US V9
D,
Jain Education International
For Private
Personal Use Only
www.jainelibrary.org