________________
અને ભોગ સમર્થ જાણી. શુભ તિથિ. શુભ મુહૂર્તમાં સમરવીર રાજાની યશોદા નામની પુત્રી સાથે પરણાવ્યા. તેણીની સાથે સંસાર સુખ ભોગવતાં પ્રિયદર્શના નામની એક પુત્રી ઉત્પન્ન થઈ પ્રિયદર્શનાને પિતાની બેનના પુત્ર જમાલી સાથે પરણાવી. તેણીને શેષવતી નામની પુત્રી થઈ.
શ્રમણ ભગવાન મહાવીરના પિતા કાશ્યપ ગોત્રના હતા. તેઓનાં ત્રણ નામો આ પ્રમાણે કહેવામાં આવે છે. તે જેમકે, સિદ્ધાર્થ અથવા સેજfસ-શ્રેયાંસ અને સંસ-યશસ્વી.
શ્રમણ ભગવાન મહાવીરની માતા વાસિષ્ઠ ગોત્રના હતા. તેમનાં ત્રણ નામ આ પ્રમાણે કહેવામાં આવે છે : તે જેમકે; ત્રિશલા, વિદેહદિન્ના અને પ્રીતિકારિણી.
શ્રમણ ભગવાન મહાવીરના કાકા સુપા નામના હતા. નંદિવર્ધન નામના મોટાભાઈ હતા. સુદર્શન નામની બેન હતી અને કૌડિન્ય ગેત્રવાળી યશોદા નામની પત્ની હતી.
શ્રમણ ભગવાન મહાવીરના દીકરી કાશ્યપ ગોત્રના હતા, તેમના બે નામ આ પ્રમાણે કહેવામાં આવે છે : તે જેમકે; અણજાજા અથવા પ્રિયદર્શના.
શ્રમણ ભગવાન મહાવીરના દોહિત્રી–દીકરીના દીકરી કાશ્યપ ગોત્રના હતા, તેમના બે નામ આ પ્રમાણે કહેવામાં આવે છે: તે જેમકે; શેષાવતી અથવા જસ્સવતી-યશસ્વતી.
શ્રમણ ભગવાન મહાવીર દક્ષ–સકલકલાકુશલ હતા. એમની પ્રતિજ્ઞાદક્ષ-ડહાપણુ ભરેલી–હતી, એ પોતે ભારે રૂપાળા હતા, સર્વગુણસંપન્ન હતા, અને ભદ્ર-સરલ અને વિનયવાન હતા,
૩૦૨
in
!
For Private & Personal Use Only
brary.org