________________
2,
શબ્દના ઉચ્ચાર કરતા આગળ ઊભા રહ્યા. પ્રભુને એ રીતે રન્નાન કરાવી, ગંધકાષાયી વસ્ત્રવડે શરીરને લૂંછી નાખી આખા શરીરે દિવ્ય ચંદનનું વિલેપન કર્યું. એ વખતે પ્રભુને કંઠ પ્રદેશ, કલ્પવૃક્ષના પુષ્પોથી બનાવેલી માળાવડે શોભવા લાગ્યો. તેમના આખા શરીર ઉપર સુવર્ણ જડિત છેડાવાળું, સ્વચ્છ, ઉજજવળ અને લક્ષ મૂલ્યવાળું વેતવસ્ત્ર દીપવા લાગ્યું, વક્ષ:સ્થળ ઊપર કીંમતી હાર ખૂલવા લાગ્યા. બાજુબંધ અને કડાઓથી તેમની ભુજાઓ અલંકૃત બની અને કાનમાં પહેરેલા બંને કુંડળીના પ્રકાશથી તેમના મુખમંડળમાં અવનવી દીપ્તિ ચમકવા લાગી. એવી રીતે આભૂષણો અને વસ્ત્રોથી અલંકૃત થઈ પ્રભુ પાલખીમાં બિરાજયા (જુઓ ચિત્ર નં. ૧૩૨ ).
આ પાલખી પચાસ ધનુષ લાંબી, પચીશ ધનુષ પહોળી. અને છત્રીશ ધનુષ ઊંચી, સુવર્ણમય સેકડો
રિઝ જઝS
ચિત્ર નં. ૧૩૨ પ્રભુને દીક્ષા મહોત્સવ
Jain Education intonational
For Private & Personal Use Only
library.org