________________
家、 家家、家樂家樂家樂家奖
આવતાં જોઈ તેમની સ્ત્રીઓ તેમને ઓળખી પણ ન શકી; પરંતુ જ્યારે પુરુષોએ સેગન ખાધા ત્યારે જ સ્ત્રીઓને ખાત્રી થઈ કે આ બીજા કોઈ નહીં પણ તેમના પિતાના જ ધણી છે.
વાર્ષિક દાનની ક્રિયા સમાપ્ત થતાં પ્રભુએ પોતાના વડીલ બંધુ નંદિવર્ધનને પૂછયું કે:હે રાજન! તમે કહેલી મુદત હવે પૂરી થાય છે, તેથી હવે હું દીક્ષા સ્વીકાર કરું છું.’ આ વાત સાંભળી નંદિવર્ધન રાજાએ પણ પોતાની અનુમતિ આપી. તેમણે આખા ક્ષત્રિય કુંડ નગરને ધ્વજ-પતાકા તથા તોરણોથી શણગાર્યું, રસ્તા અને બજારો સાફ કરાવી રંગથી સુશોભિત કરી. નગરને દેવલોક જેવું બનાવી દીધું. પછી નંદિવર્ધને અને શક્રાદિ દેવોએ સોનાના, રૂપાના. રતનના સેના અને રૂપાના. સેના અને રતનના, રતન અને રૂપાના, સોના, રૂપા અને રતનના તથા માટીના, એ રીતે આઠ જાતના, દરેક જાતના એક હજારને આઠ આઠ કળશો તૈયાર કરાવ્યા. તેમજ બીજી પણ જોઇતી સામગ્રી તૈયાર કરાવી. અમ્યુનિંદ્ર વગેરે ચોસઠે ઇંદ્રોએ મળીને પ્રભુનો અભિષેક કર્યો. તે પછી દેવોએ કરેલા કળશે દિવ્ય પ્રભાવથી નંદિવર્ધન રાજાના કળશમાં અહિત થઈ ગયા. અને તેથી નંદિવર્ધન રાજાના કળશમાં અપૂર્વ સાંદર્ય ખીલી નીકળ્યું. પછી નંદિવર્ધન રાજાએ પ્રભુને પર્વદિશા સન્મુખ બેસાડી, દેવોએ લાવેલા ક્ષીરસમુદ્રના જળથી. સર્વ તીર્થોની માટીથી અને સકળ ઔષધિઓથી પ્રભુનો અભિષેક કર્યો. તે વખતે ઇંઢો હાથમાં કળશ તથા દર્પણ વગેરે લઈ “જય! જય !”
national
For Private & Personal Use Only
wwinelibrary.org