________________
સંબંધ બાંધ્યા? આવી સ્થિતિમાં કોણે કોને માટે પ્રબંધ કરવો???
આ પ્રમાણે સાંભળીને નંદિવર્ધાને કહ્યું કે:- “ ભાઈ! તમે કહો છો તે સંપૂર્ણ સત્ય છે, પરંતુ તમે મને એટલા બધા વહાલા છો કે તમારો વિરહ મને ઘણું જ સંતાપકારક થઈ પડશે; તેથી મારી ખાતર બે વર્ષ તમે ઘરમાં રહો તો સારું.” પ્રભુએ કહ્યું કે –“એમ થાઓ. પરંતુ હવેથી હે રાજન! મારા માટે કોઈપણ પ્રકારનો આરંભ ન કરશે. અને હું પ્રાસુક આહાર–પાણીવડે મારા શરીરને નિર્વાહ કરીશ.”
આ બે વર્ષ પર્યત પ્રભુ વસ્ત્રો તથા આભૂષણો પહેરતા હતા, છતાં પણ હમેશાં નિરવદ્ય આહાર લેતા હતા, અચિત્ત પાણી પીતા, આખા શરીરે સ્નાન કરવાના બદલે અચિત્ત પાણીથી જ હાથ–પગ –માં ધોતા. ત્યારથી જીવ્યા ત્યાં સુધી બ્રહ્મચર્ય પાળ્યું. પ્રભુએ જ્યારે દીક્ષા લીધી ત્યારે સચિત્ત જળથી સ્નાન કર્યું હતું, કારણ કે તે પ્રમાણે દરેક તીર્થકરોનો આચાર છે. પ્રભુ જ્યારે જનમ્યા ત્યારે માતાએ જેએલા ચૌદ વમના પ્રતાપે “નિશ્ચયથી આ કુમાર ચક્રવર્તી રાજા થશે.” એમ ઘણું લોકો માનતા અને તેથી જ શ્રેણિક, ચંડપ્રદ્યોત વગેરે રાજકુમારો પોતપોતાના માતાપિતાની આજ્ઞાથી પ્રભુની સેવા કરતા હતા, જ્યારે તેમને ખાત્રી થઈ કે આ પ્રભુ દીક્ષા લેવા તત્પર થયા છે, ત્યારે તેઓ પોતપોતાના ઘેર ચાલ્યા ગયા.
એક તરફ પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થએલી હોવાથી પ્રભુ પોતે જ દીક્ષા લેવાને તૈયાર હતા અને બીજી તરફ બ્રહ્મલોક નિવાસી લોકાંતિક દેવોએ દીક્ષાને એક વરસ બાકી રહ્યું, એટલે કે
家樂家、家家、家樂家參考
૩૦૪
Jain Education Informational
For Private & Personal Use Only