________________
છે. પણ
પ્રખ્યાત હતા, જ્ઞાતવંશના પુત્ર હતા, અથવા જ્ઞાતવંશના રાજા સિદ્ધાર્થના પુત્ર હતા. જ્ઞાતવંશના કુળમાં ચંદ્ર સમાન હતા. વાઋષભનારાચ રસંધયણ અને સમચતુરસ્ત્ર સંસ્થાન વડે મનહર હોવાથી વિશિષ્ટ પ્રકારના શરીરવાળા હતા. વિદેહદિન્ન એટલે વિદેહદિના-ત્રિશલા માતાના તનય હતા. વિદેહજ એટલે ત્રિશલા માતાના શરીરથી જનમેલા હતા, વિદેહભૂમાલ એટલે ગૃહસ્થાવાસમાં ભારે સુકોમળ હતા અને ત્રીશ વરસ સુધી ગૃહસ્થાવાસમાં રહ્યા. પછી જ્યારે તેઓના માતાપિતા વર્ગે ગયા અને મોટાભાઈ નંદિવર્ધનની દીક્ષા લેવા માટે અનુમતિ મળી ત્યારે જ દીક્ષા લેવાને તૈયાર થયા. ‘ સમાપ્ત થઈ છે પ્રતિજ્ઞા જેમની’ એવું વિશેષણ પ્રભુને માટે સૂત્રકાર યોજે છે.
શ્રમણ ભગવાન મહાવીરની અદ્યાવીશ વર્ષની ઉંમર થઈ તે વખતે તેઓના માતાપિતા સ્વર્ગ સિધાવ્યાં. આવશ્યક સૂત્રના અભિપ્રાયે પ્રભુના માતાપિતા ચોથા દેવલેકે ગયા અને આચારાંગસૂત્રના મતે અશ્રુત નામના બારમા દેવલોકે ગયા. ગર્ભાવાસમાં જ લીધેલી “ માતાપિતાની હયાતીમાં દીક્ષા ન લેવાની ” પ્રભુની જે પ્રતિજ્ઞા હતી તે પૂરી થઈ, એટલે તેમણે મોટાભાઈ નંદિવર્ધનની અનુમતિ માગી. મેટાભાઈએ કહ્યું કે:- “ભાઈ! માતાપિતાના વિયોગનું દુ:ખ હજી મને વિસારે પડ્યું નથી, એટલામાં તમે દીક્ષા લેવાની વાત કરીને મને ધા ઉપર ખાર નાખ્યા જેવું કેમ કરો છો ?' પ્રભુએ જવાબ આપતાં કહ્યું કે:- “હે ભાઈ! આ સંસારમાં દરેક જીવે કેટકેટલીવાર માતા, પિતા, ભાઈ, બેન, ભાર્યા અને પુત્રના
શિક
REJ૩૦૩
Jain Educu
For Private & Personal Use Only
rary.org