________________
લેકે તો વિરમય જ પામ્યા કે અહો ! વર્ધમાન કુમાર હજુ તે બાળક છે અને આટલી બધી વિદ્યા તેઓ ક્યાં ભણ્યા. પંડિત પણ વિચારવા લાગ્યા કે :–“આટલા લાંબા વખતમાં મારી જે શંકાઓનું નિવારણ થતું નહતું, તે બધી શંકાઓ આ બાળક એવા પ્રભુએ જોતજોતામાં દૂર કરી નાખી એ ખરેખર આશ્ચર્ય જ ગણાય ! વધારે આશ્ચર્ય તો વળી એ છે કે આ વિદ્યાવિશારદ હોવા છતાં તેનામાં કેટલી બધી ગંભીરતા છે? એમાં કાંઈ નવાઈ નથી, મહાત્મા પુરુષોનાં આચરણ જ એવાં હોય છે. કારણ કે : “શરદ ઋતુમાં ગર્જના કરતાં મેઘ વરસતો નથી, અને વર્ષા ઋતુનો મેઘ તો ગર્જના કર્યા વિના પણ વરસે છે. મોટી મોટી બડાઈએ મારનાર કાંઈ કરી શકતો નથી. અને ઉત્તમ પુરુષો કાંઈ પણ બેલ્યા વગર કામ પાર પાડે છે. વળી, અસાર પદાર્થમાં જ મોટા ભાગે ખોટો આડંબર રાખે છે; ખણખણાટ કાંસાને થાય છે, પરંતુ સેનાનો ખણખણાટ થતો નથી. આ પ્રમાણે ચિંતવન કરતા પંડિતને શક્રે કહ્યું કે :–“ હે પંડિત ! તમે આ બાળકને માત્ર સામાન્ય બાળક ન માનશો; પરંતુ તેમને તો ત્રણ જગતના નાયક અને સકળ શાસ્ત્રાના પારગામી શ્રી વીર જિનેશ્વર જ માનજો.” આ પ્રમાણે વર્ધમાન કુમારની સ્તુતિ કરીને ઈંદ્ર પોતાના સ્થાનકે ગયે. અને પ્રભુ પણ જ્ઞાતકુળના સઘળા ક્ષત્રિયોથી પરિવરેલા પોતાના ઘેર પાછા આવ્યા.
પ્રભુ અનક્રમે બાલ્યાવસ્થા વટાવીને યૌવનાવા પામ્યા, ત્યારે માતપિતાએ તેઓને ઉંમરલાયક
Jain de
ron
a tional
For Private & Personal Use Only