________________
જાગ્યું ને તે દેવોને ઉદ્દેશીને બોલ્યો કે:-“હે દેવ ! જુઓ તો ખરા ! ત્રણ જ્ઞાનવાળા પ્રભુને પણ માતાપિતાએ એક સાધારણ માણસ પાસે ભણવા મોકલ્યા છે. એ યુક્ત નથી જણાતું. કારણ કે: ‘આંબાને તોરણ બાંધવું, અમૃતમાં મીઠાશ લાવવા બીજી વસ્તુઓ નાખવી; સરસ્વતીને ભણાવવી અને ચંદ્રમામાં સફેદ ગુણનું આરોપન કરવું જેમ નકામું છે, તેમ પ્રભુને પાઠશાળામાં ભણવા મોકલવા એ પણ નિરર્થક છે. પ્રભુ આગળ વચનોને આડંબર કરવો તે માતા આગળ મામાનું વર્ણન કરવા સમાન છે, લંકા નગરી પાસે સમુદ્રના કલ્લોલનું વર્ણન કરવા સમાન છે; સમુદ્રની પાસે મીઠાના સમૂહની ભેટ કરવા બરાબર છે, કારણ કે જિનેશ્વરો તો ભણ્યા વિના જ સર્વ શાસ્ત્રોના પારગામી છે, દ્રવ્ય વિના પણ પરમેશ્વર છે, આભૂષણે વિના પણ મનોહર દેખાય છે, આ પ્રસંગે પ્રભુનો અવિનય ન થવા દેવો જોઈએ.”
આ પ્રમાણે બેલીને બ્રાહ્મણનું રૂપ બનાવીને ઇંદ્ર પંડિતના ઘેર જ્યાં ભગવાન છે ત્યાં પહોંચ્યો. ત્યાં પહોંચીને પંડિતને યોગ્ય એવા આસન ઊપર પ્રભુને બેસારીને “ઢે પ્રભુને ભણાવનાર પંડિતના મનમાં જે સંદેહ હતા તે પડ્યા. પંડિત વિચાર કરવા લાગ્યો કે:- લાંબા સમયથી જે શિકાઓ મને ઉપસ્થિત થએલી છે, તેનો ઉત્તર આ બાળક “કેવી રીતે આપી શકશે?” પંડિત આ પ્રમાણે વિચાર કરવા લાગ્યો તેટલામાં તો પ્રભુએ એક પછી એક પ્રશ્નોના સંતોષકારક ખુલાસા કર્યા. જેના પરિણામે “જૈનેન્દ્ર વ્યાકરણ તૈયાર થયું.
Jain Educa
For Private & Personal Use Only
ary.org