________________
તરીકે કામ
કંકણુ વગેરે આભૂષણોથી અને પાંચ વર્ણના સુંદર વસ્ત્રોથી આદરસત્કાર કર્યો. ભણાવનાર પંડિતને માટે મહામૂલ્યવાળાં ઘરેણું, વિવિધ પ્રકારનાં રત્ન અને શ્રીફળ વગેરે ઉત્તમ વસ્તુઓ તૈયાર કરવામાં આવી. પાઠશાળાના વિદ્યાર્થીએને વહેંચવા માટે સોપારી, સાકર, બદામ, દ્રાક્ષ, ચારોળી, મીઠાઈ અને વિવિધ પ્રકારનાં વસ્ત્રો મંગાવ્યાં. સુવર્ણ, રત્ન, અને રૂપાથી જડેલી પાટી–ખડીઓ–લેખણ વગેરે ઉપકરણો તૈયાર કર્યા. સરસ્વતી દેવી (ચિત્ર નં. ૧૨૬ )ની પ્રતિમાની પૂજા માટે કિંમતી રત્નો અને મોતીઆથી જડેલું સુવર્ણનું મનહર આભૂષણ તૈયાર થયું. માસ્તરોને આપવા માટે જુદી જુદી જાતનાં વસ્ત્રો તૈયાર કર્યા. કુલની વડીલ સ્ત્રીઓએ ચિત્ર નં. ૧૨૬ સરસ્વતી દેવી
Jain Eder
a
tional
For Private & Personal Use Only
:: મ રે
!
ibrary.ru