________________
ܐ ܀
સુ
વ્યા
પ્
પામર કીડા જેવા ગણાય; તેને પણ આ ઇંદ્ર દેવા કરતાં કેટલા બધા ઉંચા ચડાવે છે? હમણાં જ હું ત્યાં જઉં અને તે કુમારને બીવરાવી ઈંદ્રને જુઠા પાડું તા જ ખરો.' આ પ્રમાણે વિચાર કરીને તે દેવ, જ્યાં કુમારો ક્રીડા કરતા હતા ત્યાં આવ્યા અને સાંબેલા જેવા જાડા, ચપળ, બે જીભવાળા, ચળકતા મણિવાળા, ભયંકર ફૂંફાડા મારતા, કાજળ સમાન કાળા વર્ણવાળા, ક્રૂર આકૃતિવાળા અને વિસ્તૃત ફણાવાળા મોટા સર્પનું રૂપ બનાવીને ક્રીડા કરવાના વૃક્ષને વીંટાળી દીધું—વીંટળાઇ ગયા. આવા ભયંકર સર્પ બેઈ ભયભીત બનેલા બધા કુમારો રમતગમત પડતી મૂકી નાશી છૂટ્યા. પરંતુ મહાપરાક્રમી ધૈર્યશાળી શ્રી વ માનકુમારે જરાપણ ભય પામ્યા વગર, પોતે ત્યાં પાસે જઇ, સર્પને હાથથી પકડી ( જુએ, ચિત્ર નં. ૧૨૫) દૂર ફેંકી દીધા. સર્પ દૂર પડ્યો એટલે નિર્ભય બનેલા કુમારો એકઠા થઇ ગયા, અને પાછી ક્રીડા શરૂ કરી દીધી.
હવે કુમારેએ વૃક્ષની રમત પડતી મૂકી દડાની રમત શરૂ કરી. રમતમાં એવી શરત હતી કે જે હારી જાય તે જિતેલાને પોતાના ખભા ઊપર બેસાડે. કુમાર વેષધારી દેવ, શ્રી વમાન કુમાર સાથે રમતાં રમતાં હારી ગયા. તેણે કહ્યું કેઃ—‘ભાઇ ! હું હાર્યો અને આ વર્ધમાન કુમાર જિત્યા, માટે એમને મારા ખભા ઊપર બેસવા દ્યો! શ્રી વર્ધમાનકુમાર ખભા ઊપર બેઠા એટલે દેવે તેમને બીવરાવવા માટે સાત તાડ જેટલું ઊંચું પોતાનું શરીર બનાવ્યું. પ્રભુ તે સ્વરૂપ જાણી
Jain Edu national
For Private & Personal Use Only
૧૯૬
Mibrary.org