________________
SANSEN
જેવી મનોહર ગતિવાળા, સફેદ દંતપંક્તિવાળા, કમળ જેવા કોમળ હાથવાળા, સુગંધી શ્વાસશ્વાસવાળા, દેવો કરતાં પણ રૂપમાં ચડીઆતા, જાતિસ્મરણયુક્ત, ત્રણ જ્ઞાનવડે સુશોભિત, નીરોગી, ધૈર્ય–ગાંભીર્યાદિ ગુણના નિધિ અને જગતને વિષે તિલક સમાન હતા. આવી રીતે મેટા થતાં થતાં, પ્રભુ જ્યારે આઠેક વર્ષના થયા ત્યારે, પોતે રમતગમતમાં આસક્તિરહિત હોવા છતાં, પણ સરખી ઉંમરના કુમારોના અતિ આગ્રહથી તેમની સાથે આમલકી ક્રીડા એટલે કે વૃક્ષ ઊપર ચડવાની તથા વૃક્ષની ડાળીઓ ટપવાની-કૂદવાની રમત કરવા નગરની બહાર ગયા. બીજા કુમાર સાથે પ્રભુ પણ વૃક્ષ ઊપર ચડવાની તથા કૂદવાની ક્રીડા કરવા લાગ્યા. એ વખતે સૌધર્મેન્દ્ર પોતાની સભામાં પ્રભુના પૈર્યગુણની પ્રશંસા કરતો કહેવા લાગ્યો કે :-“હે દે! હાલમાં–અત્યારે મનુષ્ય લોકમાં, શ્રી વર્ધમાન કુમાર એક બાળક હવા છતાં તેમના જેવો બીજે કઈ પરાક્રમી વીર નથી, ઇંદ્રાદિ દેવો પણ તેમને બીવરાવવાને અસમર્થ છે; ખરેખર ! નાની વયમાં પણ તેઓ પરાક્રમી છે. બાળક હોવા છતાં પણ કેવા ઘેર્યશાળી છે???
આ સાંભળીને કેઈ મિથ્યાદષ્ટિ દેવ વિચારવા લાગ્યો કે:-“આ ઈદ્રને પિતાના સત્તાના અભિમાનમાં ગમે તેમ બોલવાની ટેવ પડી છે. રૂના પુંભડાથી આખા નગરને દાટી દેવા જેવી મૂર્ખાઈ ભરેલી વાત કઈ બુદ્ધિમાન તો ન જ માને. મનુષ્ય દેવોની પાસે એક પામરમાં
તો
તાર
For Private & Personal Use Only