________________
વ્યા.
છે
માતાપિતા ત્યાં આવેલા પોતાનાં મિત્રો, જ્ઞાતિજનો પોતાનાં સ્વજને તથા પોતાની સાથે સંબંધ ધરાવનારાં પરિવારોને અને જ્ઞાતવંશના ક્ષત્રિઓને પુષ્કળ ફૂલો, વસ્ત્ર, ગંધો–સુગંધી અત્તરો, માળાઓ અને આભૂષણો આપીને તે બધાનો સત્કાર કરે છે, તે બધાંનું સન્માન કરે છે. તે બધાંનાં સન્માન અને સત્કાર કરીને, તે જ મિત્રો, જ્ઞાતિજનો, પોતાના સ્વજનો અને પોતાની સાથે સંબંધ ધરાવનારા પરિવારની તથા જ્ઞાતવંશના ક્ષત્રિની આગળ ભગવાનનાં માતપિતા આ પ્રમાણે બાલ્યા (જુઓ ચિત્ર નં. ૧૨૪).
પહેલાં પણ હે દેવાનુપ્રિયા ! અમારો આ દીકરો જ્યારે ગર્ભમાં આવ્યો ત્યારે અમને આ પ્રકારને વિચાર ચિંતન યાવતું મને ગત ભાવ પેદા થયો હતો કે જયારથી માંડીને અમારો આ દીકરો કુખમાં ગર્ભપણ આવેલ છે ત્યારથી માંડીને અમે હિરણ્યવડે વધીએ છીએ, સુવર્ણવડે, ધનવડે યાવત સાવટાવડે તથા પ્રીતિ અને સત્કારવડે ઘણુંઘણું વધવા માંડ્યા છીએ અને સામંત રાજાઓ પણ અમારે વશ થએલા છે. તેથી કરીને જ્યારે અમારો આ દીકરો જનમ લેશે ત્યારે અમે એ દીકરાનું એને અનુસરતું એના ગુણને શોભે એવું ગુણનિષ્પન્ન યથાર્થ નામ વર્ધમાન' એવું પાડશું, તો હવે આ કુમાર ‘વધમાન' નામે થાઓ એટલે આ કુમારનું નામ અમે ‘વર્ધમાન' એવું પ્રસિદ્ધ કરીએ છીએ–પાડીએ છીએ.
શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપગોત્રના હતા. તેમનાં ત્રણ નામે આ પ્રમાણે કહેવામાં
to
Ne,
Jain Ed
e
rational
For Private & Personal Use Only
library.org