________________
N NNNN
કામથી માંડીને છેક છેલ્લાં સાંબેલા ઉંચાં મૂકવાનાં કામ સુધીનાં સિદ્ધાર્થ રાજાએ ફરમાવેલાં તમામ કામ કરીને જ્યાં સિદ્ધાર્થ રાજા છે ત્યાં તે નગરગુપ્તિકો જાય છે. જઈને પોતાના બંને હાથ જોડીને અને મસ્તકે અંજલિ કરીને, સિદ્ધાર્થ રાજાને એને એ હકમ પાછો આપે છે. એટલે કે આપે કહેલું બધું અમે કરી આવ્યા છીએ એમ જણાવે છે.
ત્યારપછી, તે સિદ્ધાર્થ રાજા જ્યાં અખાડે છે એટલે કે જાહેર ઉત્સવ કરવાની જગ્યા છે ત્યાં આવે છે. આવીને યાવતુ પિતાના તમામ અંતઃપુર સાથે તમામ પ્રકારનાં પુષ્પ, ગંધ. વસ્ત્રો, માળાઓ અને અલંકારોથી વિભૂષિત થઈને તમામ પ્રકારનાં વાજિત્રોનાં અવાજ સાથે એટલે કે શંખ, માટીનો ઢોલ, ભેરી, ઝાલર, ખરમુખી, હુડક ઢોલ, મૃદંગ અને દુંદુભી વગેરે વાજિત્રોનાં અવાજો સાથે દશ દિવસ સુધી પોતાની કુળમર્યાદા પ્રમાણે ઉત્સવ કરે છે. એ ઉત્સવ દરમ્યાન નગરમાં દાણ લેવાનું બંધ કરવામાં આવ્યું છે, કર લેવાનો છેડી દેવામાં આવ્યું છે, જેને જે જોઈએ તે કિંમત વગર ગમે તે દુકાનેથી મેળવી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ખરીદવા વેચવાનું બંધ કરવામાં આવ્યું છે. કોઈ પણ જગ્યાએ જતી કરનારા રાજપુરોને પ્રવેશ અટકાવી દેવામાં આવ્યો છે. રાજા તમામ લોકોનું દેવું ચૂકવી આપે છે તેથી કોઈને દેવું કરવાની જરૂર ન રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉત્સવમાં અનેક અપરિમિત પદાર્થો ભેગા કરવામાં આવ્યા છે. એવો એ ઉત્કૃષ્ટ ઉત્સવ ઉજવવામાં આવ્યા છે. તથા આ ઉત્સવ દરમ્યાન કોઈનો
Jain Ede
For Private & Personal Use Only