________________
પ્રભુ આઠ માસ અને છવ્વીસ દિવસ (૧૦) શ્રી શીતલનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ. (૧૧) શ્રી શ્રેયાંસનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ. (૧૨) શ્રી વાસુપૂજયસ્વામિ આઠ માસ અને વીશ દિવસ, (૧૩) શ્રી વિમલનાથ પ્રભુ આઠ માસ અને એકવીસ દિવસ, (૧૪) શ્રી અનંતનાથ | પ્રભુ નવ માસ અને છ દિવસ, (૧૫) શ્રી ધર્મનાથ પ્રભુ આઠ માસ અને છવ્વીસ દિવસ (૧૬) શ્રી શાંતીનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ, (૧૭) શ્રી કુંથુનાથ પ્રભુ નવ માસ અને પાંચ દિવસ, (૧૮) શ્રી અરનાથ પ્રભુ નવ માસ અને આઠ દિવસ (૧૯) શ્રી મલ્લિનાથ પ્રભુ નવ માસ અને સાત દિવસ (૨૦) શ્રી મુનિસુવ્રતસ્વામી નવ માસ અને આઠ દિવસ, (૨૧) શ્રી નમિનાથ પ્રભુ નવ માસ અને આઠ દિવસ (૨૨) શ્રી નેમિનાથ પ્રભુ નવ માસ અને આઠ દિવસ (૨૩) શ્રી પાર્શ્વનાથ પ્રભુ નવ માસ અને છ દિવસ અને (૨૪) શ્રી મહાવીર પ્રભુ નવ માસ અને સાત દિવસ.
જે વખતે ગ્રહ ઉચ્ચ સ્થાનમાં વર્તતા હતા, ચંદ્રને ઉત્તમ યોગ પ્રાપ્ત થયો હતો. સર્વત્ર સેમ્યભાવ, શાંતિ અને પ્રકાશ ખીલી રહ્યાં હતાં. દિશાઓમાં અંધકારનું નામનિશાન પણ ન હતું. ઉલ્કાપાત, રજોવૃષ્ટિ, ધરતીકંપ કે દિગદાહ જેવા ઉપદ્રવોને છેક અભાવ વર્તતો હતો, દિશાઓના અંત પર્યત વિશુદ્ધિ અને નિર્મળતા પથરાએલી હતી, જે વખતે સર્વ પક્ષીઓ પિતાના કલરવ વડે જયજયને ઉચ્ચાર કરી રહ્યાં હતાં, જે વખતે દક્ષિણ દિશાને સુગંધી
Jain Educa tional
For Private & Personal Use Only