________________
ચાલતા હતા તેઓને પ્રભુનાં દર્શનની ઝંખના થવા લાગી. તેઓને વિચાર થયો કે પ્રભુના અદભુત રૂપનું દર્શન કરવા, મસ્તકના પાછળના ભાગમાં આંખે હોત તો કેવું સારું થાત? ધીમે ધીમે, વિવિધ ભાવનાઓ ભાવતા એવા દેવોથી પરિવરેલો સૌધર્મેન્દ્ર, મેરુ પર્વતના શિખર ઊપર રહેલા પાંડુક નામના વનમાં આવી પહોંચ્યો; અને ત્યાં મેની ચૂલાથી દક્ષિણ ભાગમાં રહેલી અતિપાંડુકંબલા નામની શિલા પર જઈ પ્રભુને ખોળામાં લઈ પૂર્વદિશા ભણી મુખ કરી રિત થયો–બેઠે (જુઓ ચિત્ર નં. ૧૨૦).
એ વખતે દશ વૈમાનિક, વીશ ભવનપતિ. બત્રીશ વ્યંતર, અને બે જ્યોતિષ્મ-જ્યોતિષી, એ પ્રમાણે ચોસઠ ઇદ્રો પ્રભુના ચરણ પાસે આવીને હાજર થઈ ગયા. અય્યતેન્દ્ર આભિયોગિક દેવોને કહી સેનાના, રૂપાના, રતનના, સોના-રૂપાના, સોના-રતનના, રતન
ચિત્ર નં. ૧૨૦ મેરૂ ઊ પર પ્રભુને જનમ મહોત્સવ
Jain Education
matinal
For Private & Personal Use Only
library.org