________________
LABH
સાંકડો થઈ પડ્યો. કેટલાક દેવો તે આવા સંકડાશવાળા માર્ગમાં મિત્રોને તજીને ચતુરાઇથી પિતપિતાના વાહનને આગળ કરી ચાલતા થયા. એવી રીતે ચડશાચડશીથી આગળ ચાલતા દેવોને તેમના મિત્રો કહેવા લાગ્યા કે –“મિત્ર, આમ ઉતાવળ શા સારુ કરે છે? હું પણ તારી સાથે જ આવું છું !' આગળ નીકળી ગયેલ દેવ જવાબ આપવા લાગ્યો કે :–“આવો અવસર કેાઈ પુણ્યના યોગે જ પ્રાપ્ત થાય છે. આ પ્રસંગે તો જે કઈ પહેલા પહોંચી જઈ પ્રભુનાં દર્શન કરે તે મહાભાગ્યશાળી ગણાય. બીજા કોઈ વખતે હું તારો સંગાથ ન છોડું, પણ આજે તે મારાથી ન થોભાય. એમ મિત્રની રાહ જોયા વિના જ આગળ ચાલવા લાગ્યા.
જેમના વાહન વેગવાળા અને બળવાન હતા તેઓ તો બધા કરતાં સપાટાબંધ આગળ નીકળી ગયા. પરંતુ જેઓ નિર્બળ હતા અને રખલના પામતા હતા તેઓ કંટાળીને કહેવા લાગ્યા કે:અરેરે ! શું કરીએ ? આજે તો આવડું મોટું આકાશ પણ અમારે માટે સાંકડું થઈ પડયું છે!' બીજા દે તેમને શાંત્વન આપતાં કહેવા લાગ્યા કે:-“હમણાં તો વખતને માન આપી મુંગા મુંગા ચાલવામાં જ મજા છે, પર્વના દિવસે આવા સાંકડા જ હોય.’ - આકાશમાંથી ઊતરતા દેવોના મસ્તક પર ચંદ્રના કિરણે વરસતાં હતાં અને તેથી દેવાને જાણે પળીયા–ધોળાવાળ આવી ગયા હોય એવા વૃદ્ધ ભાસતા હતા. તેમના મસ્તકને સ્પર્શતા તારા કંઠા જેવા અને શરીરે સ્પર્શતા તારા પરસેવાનાં બિંદુ જેવા શોભી રહ્યા હતા.
૨૬૬
For Private & Personal Use Only