________________
જો
ચંદ્ર વગેરેએ પ્રભુના સ્નાત્રને લહાવો લીધો. સ્નાત્ર મહોત્સવ વખતે ચરમ તીર્થકરના મસ્તક પર શ્વેતછત્રની પેઠે શોભતું, મુખરૂપી ચંદ્ર પર કિરણોના સમૂહની પેઠે તેજ વરસાવતું, કંઠમાં હારની પેઠે ઝૂલતું, સમરસ્ત શરીર પર ચીનમાં બનતાં રેશમી કપડાની માફક શોભતું, અને ઇંદ્રોના સમૂહોએ ઉંચા કરેલા કળશના મધ્યભાગમાંથી નીચે પડતું ક્ષીરસમુદ્રનું પાણી સૌની લક્ષ્મીને માટે હે !
શકે પિતે ચાર વૃષભ-બળદનું રૂપ કરીને. આઠ શીંગડાઓમાંથી ઝરતા જળવડે પ્રભુને અભિષેક કર્યો. દેવોને જે પિડિત કહેવામાં આવે છે તે યથાર્થ જ છે; કારણ કે, ચરમ તીર્થકરને જળવડે સ્નાન કરાવવાનો લાભ લઈને પોતે જ નિર્મળ બન્યા. મંગલદીવ અને આરતી ઉતારી. નાચગાન તથા વાજીંત્રો વગાડી વિવિધ પ્રકારે મહોત્સવ કર્યો. ત્યારપછી, ઈંદ્ર ગંધકાષાયી દિવ્ય વસ્ત્ર વડે પ્રભુના શરીરને લૂંછી; ચંદનાદિવડે વિલેપન કરી, પુષ્પો વગેરેથી પૂજા કરી.
ત્યારપછી, પ્રભુની સન્મુખ રતનના પાટલા ઊપર, રૂપાના અક્ષતથી દર્પણ, વર્ધમાન, કળશ, મત્સ્યયુગલ, શ્રીવત્સ, સ્વસ્તિક, નંદ્યાવર્ત અને ભદ્રાસન એ અષ્ટમંગળ (જૂઓ ચિત્ર નં. ૧૨૧) આળેખી પ્રભની સ્તુતિ કરી. આ બધું પતી રહ્યા પછી ઇંઢે પ્રભુને તેમની માતા પાસે લાવીને મૂક્યા; અને પોતાની શક્તિથી પ્રભુનું પ્રતિબિબ તથા અવસ્થાપિની નિદ્રા સંહરી લીધી. ઓશીકા નીચે બે કુંડળ અને સુંવાળા કપડાંની જોડ મૂકી. પ્રભુની દૃષ્ટિને આનંદ
છે કે
કો
Jain Education International
For Private & Personal Use Only
www.ainallbrary.org