________________
અને રૂપાના, સુવર્ણરતન અને રૂપાના તેમજ માટીના, એવી રીતે એક જનના મુખવાળા આઠ જાતિના કળશે મંગાવ્યા. દેવોએ દરેક જાતના એક હજાર ને આઠ આઠ કળશ હાજર કર્યા. તે ઉપરાંત ભંગાર, એટલે કળશ વિશેષ, દર્પણ, રતન કરંડક, સુપ્રતિષ્ઠ એટલે ભાજન વિશેષ, થાળ, પાત્રી અને પુષ્પોની છાબડી વગેરે પૂજાનાં ઉપકરણો, કળશની માફક દરેક આઠ આઠ જાતિનાં અને પ્રત્યેક જાતિના એક હજાર ને આઠ આઠ સંખ્યાનાં મંગાવ્યાં. માગધ વગેરે તીથની માટી અને જળ, ગંગા વગેરે મહાનદીઓનાં કમળ અને જળ, પદ્મહંદ વગેરેના કમળ અને જળ, તથા કુલ્લ હિમવંત, વર્ષધર, વૈતાઢય, વિજય અને વક્ષસ્કરાદિ પર્વત ઊપરથી સરસવ, પુષ્પ, સુગંધી પદાર્થો અને બીજી અનેક પ્રકારની ઔષધીઓ મંગાવી લીધી. આભિયોગિક દેવોએ પ્રભુને નાન કરાવવા માટે સર્વ કળશ, ક્ષીરસમુદ્રાદિના જળથી ભરીને તૈયાર રાખ્યા હતા. દેવોના વક્ષસ્થળ પાસે રહેલા, તીર્થના જળથી ભરેલા કળશ એવા શોભતા હતા કે જાણે દેવોએ સંસાર સમુદ્રને તરી જવા માટે ઘડા ધારણ કર્યા હોય નહિ? જાણે ભાવરૂપ વૃક્ષને સિંચતા હોય અથવા પિતાનો મેલ ધોઈ નાખતા હોય, અથવા ધર્મપ્રાસાદ ઉપર કલશ સ્થાપતા હોય તેવા તે દેવો શોભી રહ્યા.
આ વખતે ઈંદ્રને શંકા ઉભવી કે: નાજુક શરીરવાળા પ્રભુ આટલો બધો જળને ભાર શી રીતે સહન કરી શકશે?” ઈંદ્રને ઉદ્ભવેલો આ સંશય દૂર કરવા પ્રભુએ પોતાના
BANSINH
જો
Jain Educ
tional
For Private & Personal Use Only