________________
એ રીતે, દેવોથી પરિવરેલો ઇંદ્ર, નંદીશ્વર દ્વીપ પાસે આવી. વિમાનને સંક્ષેપી–સંકેલી ભગવંની તના જનમ સ્થાનકે આવ્યા. પ્રભુને તથા માતાને ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન-નમસ્કાર કરી બોલ્યો
કે:-ખમાં રતન નિપજાવનારી, જગતમાં દીપિકા સમાન છે માતા ! હું તમને નમન કરૂં છું, હું દેવનો સ્વામી શકેંદ્ર, આજે તમારા પુત્ર–છેલ્લા તીર્થકરને જનમ મહોત્સવ ઉજવવા દેવલોકથી ચાલ્યું આવું છું. માતા તમે કઇ રીતે ચિંતા કે વ્યગ્રતા ન કરતા.” તે પછી ઇંદ્ર ત્રિશલા માતાને અવસ્થાપિની નિદ્રા આપી અને જિનેશ્વર દેવનું પ્રતિબિંબ માતાની પડખે મૂકયું. ઇઢે પ્રભુને કરસંપુટમાં લીધા અને પ્રભુની સેવાને તમામ લાભ પોતાને જ મળે તે માટે પિતાનાં પાંચ રૂપ બનાવ્યાં. એક રૂપે પ્રભુને ગ્રહણ કર્યા. બે રૂપે બંને પડખે રહીને ચામર વીંઝવા લાગ્યો, એક રૂપે પ્રભુને માથે છત્ર ધારણ કર્યું અને એક રૂપે વજ ધારણ કરીને આગળ ચાલવા લાગ્યો (જુઓ જૈસલમેરની ચિત્રસમૃદ્ધિમાં ચિત્રનં. ૩૧ તથા પ્રસ્તુત ચિત્ર નં. ૧૧૯) તેની સાથે–આગળ પાછળ અનેક દે ચાલવા લાગ્યા. તેમાં જેઓ આગળ ચાલતા હતા, તેઓ પાછળ આવનારાઓને ભાગ્યશાળી માનવા લાગ્યા, અને પાછળ રહેનારાઓ આગળ ચાલનારાઓનું અહોભાગ્ય ગણવા લાગ્યા. જેઓ આગળ
* “જૈસલમેરની ચિત્રસમુદ્ધિ’ સંપાદક: વિદ્વર્ય મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજી મૂથ પચીસ રૂપિયા.
-સારાભાઈ નવાબ
પા૨૩૭
Jain
ibrary.org
For Private & Personal Use Only
national