________________
માહ
હજાર ભદ્રાસન અને મધ્યમ પર્ષદાના ચાર હજાર દેવોનાં ચાર હજાર ભદ્રાસનો તથા બાહ્ય પર્ષદાનાં સોળ હજાર દેવોનાં સેળ હજાર ભદ્રાસને હતાં. પાછળના ભાગમાં સાત સેનાપતિએના સાત ભદ્રાસનો હતાં, અને ચારે દિશાઓમાં પ્રત્યેક દિશાને વિશે ચોરાશી હજાર આત્મરક્ષક દેવોના રાશી હજાર ભદ્રાસન હતાં. આ પ્રમાણે પોતાના દેવોથી અને બીજા પણ કરોડ દેવોથી પરિવરેલો, ગુણોથી ગવાતો, ઈંદ્ર ત્યાંથી ચાલ્યો તેની સાથે સાથે બીજા પણુ દેવ ચાલવા લાગ્યા.
કેટલાક દેવો ઇંદ્રના હકમથી ચાલ્યા, કેટલાક મિત્રના વચનથી, કેટલાક પિતાની પતિનએની પ્રેરણાથી, કેટલાક શુદ્ધ ભક્તિભાવથી, કેટલાક અપૂર્વ આશ્ચર્યથી, કેટલાક કુતુહલથી અને કેટલાક અભિક ભાવથી એમ અનેક રીતે સધળા દેવા વિવિધ પ્રકારના વાહન ઉપર સવાર થઈ ચાલી નીકળ્યા. તે વખતે જુદીજુદી જાતનાં વાજિંત્રો, ઘંટનાદ અને દેવોના કલાહલથી આખું બ્રહ્માંડ શબ્દમય બની ગયું હતું. સિંહ પર સવારી કરનાર, પાસેના હાથીવાળા દેવને કહેવા લાગ્યો કે:-“તારે હાથી જરા દૂર હટાવી લે, નહિતર મારો આ મોન્મત્ત કેસરી તારા હાથીને મારી નાખશે. એવી રીતે પાડાની સવારી કરનાર ધોડેસવારને, ગરૂડની સવારી કરનાર સર્ષના સવારને, ચિત્તાની સવારી કરનાર બકરાના સવારને, પિતાનું વાહન આગળ તારવવાને આદરપૂર્વક કહેવા લાગ્યા. દેવોના કરોડો વિમાનો અને વિવિધ પ્રકારના વાહનોને લીધે વિશાળ આકાશને રસ્તો પણ
Jan Edu
For Private & Personal Use Only
brary.org