________________
૫૩ રૂપા. ૫૪ રૂપાસિકા. ૫૫ સુરૂપ અને પ૬ રૂપકાવતી નામની ચાર દિકકુમારીઓએ રૂચકદ્વીપથી આવીને ભગવંતના નાળને ચાર આંગળથી છેટે છેદીને, ખેદેલા ખાડામાં નાખી ખાડા વૈર્થરત્નથી પૂરી તેની ઊપર પીઠ બનાવ્યું તથા તેને દૂર્વાથી બાંધીને તે જનમારની પૂર્વ દિશા, દક્ષિણ દિશા, અને ઉત્તર દિશામાં કેળનાં ત્રણ ઘર બનાવ્યાં (જુઓ ચિત્ર નં. ૧૧૮). દક્ષિણ દિશાવાળા ઘરમાં પ્રભુને તથા માતાને સિંહાસન પર બેસાડીને બંનેને સુગંધી તેલનું મદન કર્યું. પછી પર્વ દિશાવાળા ઘરમાં લઈ જઈને રસ્નાન કરાવી–વિલેપન કરી કપડાં તથા આભૂષણ પહેરાવ્યાં. ત્યારપછી, ઉત્તર દિશાવાળા કેળના ઘરમાં લઈ જઈને પ્રભુને તથા તેઓની માતાને સિંહાસન ઉપર બેસાડી, અરણિના બે કાષ્ટ ઘસી, અગ્નિ ઉત્પન્ન કરી, ઉત્તમ ચંદનને હોમ કરી, તે અગ્નિની રાખવડે દિકુમારીઓએ પ્રભુને તથા માતાને રક્ષા પોટલી બાંધી. ત્યારપછી તે દિકકુમારીઓએ રતનના બે ગેળા અકળાવી ‘તમે પર્વત જેટલા દીર્ધાયુપી થાઓ.’ એવા પ્રકારના આશિર્વચન ઉચ્ચાયાં અને પ્રભુને તથા માતાને જનમસ્થાને મૂકી પોતપોતાની દિશામાં જઈ ગીતગાન આરંભ્યાં. દરેક દિકકુમારીકા સાથે ચાર હજાર સામાનિક દે, ચાર મહત્તરાઓ, સેળ હજાર અંગરક્ષકે, સાત સેનાઓ, સાત સેનાધિપતિઓ અને બીજા પણ મહદ્ધિક દેવો તો હોય જ. તેમ જ આભિગિક દેવોએ બનાવેલા જન પ્રમાણવાળા વિમાને પણ હોય, અને એ વિમાનમાં બેસીને જ તેઓ પ્રભુનો જનમમહત્સવ કરવા આવે. દિકુમારીકા
Jain Ed
a
tional
For Private & Personal Use Only
U
brary.org