________________
蘇黎家家樂隊入球隊樂隊第
ડાબા પગના અંગુઠાના અગ્રભાગથી મેરુ પર્વતને સહેજ દબાવ્યો. એટલામાં તો પ્રભુના અતુલ બળથી આખે મેરુ પર્વત કંપી ઊઠ્યો, પર્વતના શિખરો તરફથી પડવા લાગ્યા. પર્વતો અને પૃથ્વી પણ સહસા ધ્રુજી ઉઠી, સમુદ્રો ખળભળ્યા, બ્રહ્માંડ ફૂટી જાય એવા ભયાનક શબ્દ થવા લાગ્યા અને દેવો પણ ભયવિહલ બની ગયા. ઇંદ્રને પોતાને પણ ક્રોધ ચડ્યો. કે:-“અરે ! આ પવિત્ર શાંતિક્રિયા સમયે આવો ઉત્પાત કોણે આદર્યો?” તેણે અવધિજ્ઞાનથી જોયું તો આ ઉત્પાતમાં પોતાની શંકા અને પ્રભુના પરાક્રમની લીલા જ કારણભૂત જણાયાં.
દ્રિ પ્રભુને અતિ વિનયથી કહ્યું કે : “હે નાથ ! આપનું અસાધારણ માહામ્ય મારા જેવો સાધારણ પ્રાણી શી રીતે જાણી શકે ? મેં તીર્થંકરનું અનંતબળ જાણ્યા વિના જ આપના સામર્થ્ય વિષે શંકા આણી. મેં જે વિપરીત ચિતવ્યું તે મારું કૃત્ય મિથ્યા હો ! હું આપની પાસે મારા અપરાધની ક્ષમા માગું છું.”
મેરુ પર્વતને પણ થયું કે અસંખ્યાતા તીર્થકરો આજસુધીમાં થઈ ગયા. પણ મને કેઈએ પગથી સ્પર્શ કર્યો નથી. આજે વીરપ્રભુના પગને સ્પર્શ પામી તે હર્ષથી નાચના લાગે. વળી તેણે વિચાર્યું કે આ સ્નાત્રના નીરના અભિષેકથી ઝરતાં સઘળાં ઝરણાંરૂપી મેં હાર પહેર્યા તથા જિનેશ્વરરૂપી મુગટને ધારીને હું સઘળા પર્વતને રાજા થયો.
પહેલાં અય્યદ્ર પ્રભુને સ્નાન કરાવ્યું, તે પછી અનુક્રમે બીજા ઈંદ્રો અને છેવટે
Jain Educ
For Private & Personal Use Only
orary.org