________________
પાંચમું વ્યાખ્યાન જે રાત્રિને વિષે શ્રમણ ભગવાન મહાવીર જનમ્યા તે રાત પ્રભુના જનમોત્સવ માટે નીચે આવતા તથા ઊપર જતા અનેક દેવો અને દેવીઓને લીધે જાણે અતિશય આકુળ વ્યાકુળ થઈ હોય એવી દેખાવા લાગી. દેવોના આનંદમય હાથી અને અવ્યક્ત શબ્દોથી શાંત રાત્રિ પણ કોલાહલવાળી બની ગઈ અચેતન એવી દિશાઓ પણ હર્ષિત થઈ હોય એવી રમણીય દેખાવા લાગી. પવન પણ મંદમંદપણે વહેવા લાગ્યા. ત્રણે જગત ઉદ્યોતમય થઈ ગયાં, આકાશમાં દુંદુભિના કર્ણપ્રિય નાદ થવા લાગ્યા, પૃથ્વી પણ ઉચ્છવાસ લેવા લાગી અને નારકીના દુ:ખમય જીવોને પણ તે સમય આનંદમય લાગ્યો.
Jain Educ
a
tional
For Private & Personal Use Only
library.org