________________
鄉鄉崙鄉鄉发縣装器然
ભરી દીધાં હશે? અથવા શું ધર્મબુદ્ધિથી કાગડાનાં ઇંડાં ફાડી નાખ્યાં હશે ? અથવા શું મેં ઇંડાં અને બચ્ચાંઓ સહિત પંખીઓના માળા નીચે જમીન ઉપર ફેંકી દીધાં હશે? અથવા શું મેં કયલ, પોપટ અને કુકડા વગેરેને તેમના પ્રાણપ્રિય બચ્ચાઓથી વિયાગ પડાવ્યા હશે? અથવા મેં પૂર્વજન્મમાં શું બાળહત્યા કરી હશે ? શું શૉકના પુત્રાદિ માટે દુષ્ટ વિચાર કર્યો હશે ? શું કામણુ વગેરે કર્યા હશે? શું ગર્ભનું સ્તંભન, નાશ અને પતન જેવાં કુકર્મ કર્યો હશે? અથવા તો શું તે સંબંધી મંત્રો અને ઔષધોનો પ્રયોગ કર્યો હશે? અથવા પૂર્વજન્મમાં શું ઘણીવાર શીલનું ખંડન કર્યું હશે ? કારણ કે આવું દુ:ખ નીચકર્મ વિના ન સંભવે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે:
જન્માંતરમાં કરેલા શીલના ખંડનથી કરાંડપણું, બાળવયમાં વિધવાપણું, દુર્ભાગ્યાદિ, વાંઝીથાપણું, મૃતવત્સાપણું અને વિષકન્યાદિ વગેરેને અવતાર પ્રાપ્ત થાય છે, માટે હમેશાં પોતાના શીલને દઢતાથી સાચવવું.”
એવી રીતે ચિંતાગ્રસ્ત થએલી અને કરમાઈ ગએલા કમળ જેવા પ્લાન મુખવાળી ત્રિશલા રાણીને વિચારમાં ગરકાવ જોઈને તેમની સખીઓએ શોકનું કારણ પૂછ્યું. તેમણે દીર્ધ નિશ્વાસ નાખે અને ટૂંકામાં જવાબ આપ્યો કે:-“હે સખીઓ ! હું એક અભાગિણી નારી તમને મારું દુ:ખ શી રીતે કહું ? મારું સર્વસ્વ આજે નાશ પામ્યું છે.”
“ બીજું બધું તો ઠીક, પણ હે વિદુષિ ! તારા ગર્ભને તે કુશળ છે ને ? એ એક જે
Jan Educa
tional
For Private & Personal Use Only
www.jainelibrary.org