________________
આ પ્રમાણે હૃદય પીગળાવી નાખે એવી રીતે ત્રિશલા માતાને વિલાપ કરતાં જોઈ તેમની સખીઓ અને આખા પરિવાર પણ આક્રંદ કરવા લાગ્યો - અરે! વિધિએ પણ અકારણે શત્રુતા બતાવી આ આક્ત ક્યાંથી ઊભી કરી. અરે ! કુલદેવીઓ પણ કયાં ચાલી ગઈ? હમેશાં સહાય કરનાર કુલદેવીએ આજે કેમ ઉદાસીન બની ગઈ હશે ?'
વિદ્મનો નાશ કરવા માટે, વિચક્ષણ ગણાતી કુળની વૃદ્ધ સ્ત્રીઓ શાંતિ-કર્મ, પુષ્ટિકર્મ, માનતા, આખડી વગેરે વિવિધ પ્રકારનાં વિધાનો કરવા લાગી. કેટલીક જયોતિષીઓને બોલાવી તેમની સાથે ચર્ચા કરવા લાગી. કેટલીક ચાલતાં નાટકો એકદમ બંધ કરવા લાગી અને કેટલીક તો કઈ ને ઉંચે શબ્દ બોલતાં અટકાવવા લાગી. આ દુ:ખદ સમાચારથી ઉત્તમ બુદ્ધિવાળો સિદ્ધાર્થ રાજા પણ લોકોની સાથે ચિંતાતુર થઈ ગયો, અને તેમના મંત્રીઓ પણ કાંઈ ઇલાજ હાથ ન લાગવાથી અત્યંત મૂઢની જેમ ચિંતાતુર બની ગયા.
એ વખતે સિદ્ધાર્થ રાજાનું રાજભવન આવી રીતે થઈ ગયું એમ સૂત્રકાર કહે છે:- તે વખતે સિદ્ધાર્થ રાજાનું આખું રાજભવન. થોડીવાર પહેલાં જ્યાં મૃદંગ, વીણાઓ, કરતાલી. અને નાટકના પાત્રોથી મનોહર રીતે ગુંજી રહ્યું હતું. બધે વાહ વાહ થઈ રહી હતી, ત્યાં હવે બધું સમસામ થઈ ગયું છે, અને એ આખું ઘર ઉદાસ થઈ ગએલું રહે છે, આખું રાજભવન શોક છાએલું થઈ ગયું છે.
樣死還好舞舞舞舞
કોઈ
છે.
૨૫s
E
!
For Private & Personal Use Only