________________
શ્રમણ ભગવાન મહાવીરે ગર્ભમાં જ રહ્યા રહ્યા સાડા છ માસ વીતી ગયા બાદ આવા પ્રકારનો અભિગ્રહ ધારણ કર્યો કે-જયાં સુધી મારા માતા-પિતા જીવતા રહે ત્યાં સુધી મારે મુંડ થઈને ઘરમાંથી નીકળીને અનગારપણુ–દીક્ષા લેવાનું ખપે નહિ ! કારણ કે પ્રભુએ વિચાર્યું કે:-હું હજુ તે ઉદરમાં છું, છતાં માતાને મારી ઉપર આવે ગાઢ સ્નેહ છે તો પછી મારે જનમ થયા પછી તે કે થશે ?’ એટલે કે માતાપિતાને સંતોષ આપવા તેમજ બીજાઓને પણ માતા તરફ બહુમાન રાખવા સૂચવવા અર્થે પ્રભુએ ઉક્ત અભિગ્રહ ધારણ કર્યો. કહ્યું પણ છે કે:-“પશુઓ
જ્યાં સુધી માતા ધવરાવે છે ત્યાં સુધી માતા પર સ્નેહ રાખે છે, મધ્યમ માણસો જ્યાં સુધી માતા ઘરનું કામકાજ કરે ત્યાંસુધી સ્નેહ રાખે છે અને ઉત્તમ પુરુષો જ્યાં સુધી પોતે જીવે ત્યાં સુધી માતાને તીર્થ સમાન ગણી તેના પર સ્નેહ રાખે છે.”
ત્યારપછી, ત્રિશલા ક્ષત્રિયાણીએ સ્નાન કર્યું, ઈષ્ટદેવનું પૂજન કર્યું, સકળ વિધ્રોની શાંતિ માટે તિલક વગેરે કૌતુકે અને દહીં. ધર અને અક્ષત વગેરે મંગળરૂપ પ્રાયશ્ચિત્ત પણ કર્યા. તેણી તમામ અલંકારોથી વિભૂષિત થઈને તે ગર્ભને સાચવવા લાગી–એટલે કે તેણીએ અતિશય ઠંડાં. અતિશય ઊનાં અતિશય તીખાં, અતિશય કડવાં, અતિશય તરાં, અતિશય ખાટાં, અતિશય ગળપણવાળાં અતિશય ચીકણુ-ચીકાશવાળાં, અતિશય ભીનાં, અતિશય સૂકાં ભેજન, વસ્ત્ર, ગંધ અને માળાઓ તજી દીધા અને ઋતુને અનુકૂળ એવાં ભેજન, વસ્ત્ર, ગંધ અને માળાઓ ધારણ
家樂家樂家樂家梁家藏樂家。
Jan Educa
For Private & Personal Use Only
Orary.org