________________
܀
ક
સ
જ્યા
Jain Educ
鮮味
તે વખતે, શ્રમણ ભગવાન મહાવીરે ગર્ભમાં રહ્યા છતાં, અધિજ્ઞાનના બળથી, માતાનામાતાના મનમાં ઉત્પન્ન થએલા આ આ પ્રકારના વિચાર-ચિંતવન–અભિલાષારૂપ–મને ગત–સંકલ્પ જાણીને, તેમણે વિચાર્યું કે:- આ માહની વાત કેાણે કરવી? માહની ગતિ જ કાંઈક ન્યારી છે. વ્યાકરણના નિયમ પ્રમાણે જેમ દુષ્ટ ધાતુના ગુણ કરવાથી દોષ થઈ જાય છે, તેમ આ સંસારમાં પણ ગુણુ કરવા જતાં ઉલટા દોષ દેખાય છે. મેં માતાના સુખના માટે જે કાંઇ કર્યું તે ઉલટું તેમના માટે ખેદકારક નીવડ્યું. આ લક્ષણ ખરું લેતાં ભાવિ કલિકાલના પ્રાબલ્યને જ સૂચવે છે. જેમ નાળિયેરના પાણીમાં શીતળતારૂપ ગુણુને માટે નાખેલું કપૂર ઝેર બની જાય છે અને મૃત્યુદાયક બને છે, તેમ પાંચમા આરામાં મનુષ્યોને કરેલા ગુણુ ઉલટા દોષ કરનારો થશે. એ પ્રમાણે વિચાર કરીને ભગવાન મહાવીરે પોતાના શરીરના એક ભાગ રહેજ કંપાવ્યા. ત્યાર પછી, તે ત્રિશલા ક્ષત્રિયાણી રાજીરાજી થઈ ગઈ, રાજી થવાને લીધે, એનું હૃદય ધડકવા લાગ્યું, તેણીના મુખરૂપી કમળ સહસા પ્રફુશ્ચિત થયું અને રોમેરોમમાં આનંદના પ્રવાહ વહેવા લાગ્યા. આનંદિત થએલી ત્રિશલા દેવીના અને નેત્રોમાં ઉલ્લાસભાવ ઝરવા લાગ્યા, તેણીના કપાલ હર્ષથી વિકાસ પામ્યા, તેમણે મધુરવાણીથી પેાતાની સખીઓ વગેરેને કહ્યું કે:-‘ખરેખર ! મારો ગર્ભ કાઇ દુષ્ટ દેવે હરણ કર્યા નથી, તેમજ ગળી ગયાની કે ચવી ગયાની કલ્પના પણ ખેાટી ઠરી છે. આ મારા ગર્ભ પહેલાં કંપતા નહોતા તેથીજ મેં ઘણુાણા તર્કવિતર્ક કરી નાખ્યાં, પણ હવે તેના કંપવા
For Private & Personal Use Only
2ational
( t
૫૮
THIV,3II