________________
ગુણથી ઉપજાવેલું એવું નામ વર્ધમાન (વર્ધમાન એટલે વધતો વધતે) કરીશું–રાખીશ.
ત્યારપછી, શ્રમણ ભગવાન મહાવીર માતા તરફ પોતાની ભકિત બતાવવા માટે અને બીજાએને માતૃભક્તિનું કર્તવ્યદર્શન કરાવવા માટે, એટલે ગર્ભમાં મારા હલન-ચલનથી માતાને જરૂર કષ્ટ થતું હશે. એમ સમજી તેઓ ગર્ભમાં નિશ્ચલ થયા, જરાપણ ચલાયમાન નહિ થતાં નિશ્ચલ અને નિષ્પદ થયાં. એમણે પિતાના અંગે અને ઉપાંગો એવી રીતે ગોપવ્યાં કે માતાને જરા પણ કષ્ટ થવા પામે નહિ; અને એ રીતે એ, માતાની કૂખમાં પણ અત્યંત ગુપ્ત થઈને રહેવા લાગ્યા. પ્રભુની આ વખતની સ્થિતિની કલ્પના કરી કવિ ઉસ્પેક્ષા કરે છે:
“एकान्ते किमु मोहराजविजये मन्त्रं प्रकुर्वनिव, ध्यानं किञ्चदगोचरं विरचयत्येकः परब्रह्मणे । किं कल्याणरसं प्रसाधयति वा देवो विलुप्यात्मकं,
रूपं कामविनिग्रहाय जननीकुक्षावसौ वः श्रिये ॥ १॥ એકાંતમાં બેસી પ્રભુ શું મોહરાજા ઉપર વિજય મેળવવાનો મંત્ર જપી રહ્યા હશે? અથવા
舞鄉舞
૧૫૧
Jain Education International
For Private & Personal Use Only