________________
܀
સુ
ન્યા.
*
Jain
»
જગ્યામાં, ઉજ્જડ નગરોની જગ્યામાં, ગામની અને નગરની ખાળેાવાળી જગ્યાઆમાં, હાટાદુકાના—જ્યાં હોય તે જગ્યામાં, દેવકુલ–યક્ષ વગેરેનાં મિંદરામાં, ચેારાઆમુસાફરોને ઊતરવાના સ્થાનામાં, પાણી પીવાની પરખામાં, સ્ત્રી, પુરુષોને ક્રીડા કરવાના સ્થાના—બાગ બગીચામાં, નગરની નજીકની ઉજાણી કરવાની જગ્યાઓમાં, વનમાં, અનેક જાતનાં ઉત્તમવૃક્ષાના સમૂહ જ્યાં હોય તેવા વનખંડોમાં, સ્મશાનામાં, સૂનાં ઘરોમાં, પર્વતની ગુફાઓમાં, જ્યાં બેસીને શાંતિકર્મ કરવામાં આવે છે તેવા શાંતિગૃહામાં, પર્વતમાં કારી કાઢેલાં લેણામાં—પર્વતગૃહોમાં, સભા ભરવાની જગ્યામાં અને જ્યાં ખેડુતા રહે છે એવાં ઘરાવાળી જગ્યાએ કંજુસ માસાએ પહેલાં જે મહાનિધાન દાટેલાં હતાં તે બધાં શક્રેન્દ્રની આજ્ઞાથી તિર્થક્ સ્તંભક દેવાએ સિદ્ધાર્થ રાજાના ભવનમાં લાવીને મૂક્યાં.
વળી, જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીરને જ્ઞાતકુળમાં લાવવામાં આવ્યા તે રાતથી જ્ઞાતકુળ હિરણ્ય–સાના, રૂપાથી વધવા માંડયું, ધનના ચાર પ્રકાર છે:−૧ ણિમ ગણી શકાય એવું ફલ, પુષ્પ વગેરે. ૨ રિમ તાળી શકાય એવું—કંકુ-કેસર, ગાળ વગેરે. ૩ મેય માપી શકાય એવું—ધી, તેલ, મીઠું, વગેરે. અને ૪ પરિચ્છેદ્ય-ભરી શકાય એવું–વસ્ત્ર, રત્ન વગેરે. આવી રીતે ચારે પ્રકારના ધનથી અને ધાન્યથી વૃદ્ધિ પામ્યું.
ધાન્યના ચાવીશ પ્રકાર છે:--૧ જવ, ૨ ઘઉં, ૩ ચોખા, ૪
For Private & Personal Use Only
mational
ડાંગર, ૫ સાઠીચાખા, ૬ કાદરા,
*******
૨૪૯
helibrary.org